પટનાઃ બિહારની રાજધાની પટનામાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકવાદીઓમાં એક ઝારખંડ પોલીસના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન છે, જ્યારે બીજો અતહર પરવેઝ છે, જે પીએફઆઈનો વર્તમાન સભ્ય છે. પટના પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને માર્શલ આર્ટની આડમાં આતંકવાદી તાલીમ આપતા હતા. તેમજ વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું ષડયંત્ર ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા માટે લોખોનું ફંડ એકત્ર કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બંને આતંકવાદીઓ પાસેથી પોલીસને PFI-SDPIના ગુપ્ત દસ્તાવેજ ‘મિશન 2047’ મળી આવ્યો છે, જેમાં 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની વાત કહેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ બંને પાસેથી ટ્રેનિંગ લેવા માટે છેલ્લા બે મહિનાથી અન્ય રાજ્યોના લોકો આવી રહ્યા હતા. મુલાકાતીઓ ટિકિટ બુક કરાવતી વખતે અને હોટલોમાં રોકાવા માટે નામ બદલતા હતા.
એસએસપીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ 6-7 જુલાઈના રોજ સ્થાનિક લોકોને માર્શલ આર્ટના નામે તલવાર અને ચાકુનો ઉપયોગ કરવાનું શીખવ્યું હતું. તેમણે યુવાનોને ધાર્મિક હિંસા માટે ઉશ્કેર્યા હતા. એસએસપીએ કહ્યું કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદન છે. પરવેઝે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે લાખો રૂપિયાનું દાન એકત્ર કર્યું હતું.
SSPએ કહ્યું કે ‘ઇન્ડિયા વિઝન 2047’ શીર્ષકથી શેર કરાયેલા 8 પાનાના લાંબા દસ્તાવેજમાંથી એક અંશો કહે છે, ‘PFI માને છે કે કુલ મુસ્લિમ વસ્તીના 10 ટકા તેની પાછળ હોવા છતાં, PFI કાયર બહુમતી સમુદાયને નિયંત્રિત કરી શકે છે’. તે કરશે અને ગૌરવ પાછું લાવશે.
અતહર પરવેઝ પટના ગાંધી મેદાન ખાતે બોમ્બ બ્લાસ્ટના આરોપી મંજરનો સગો ભાઈ છે. પટના પોલીસના જણાવ્યા અનુસાર, અતહર પરવેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ગાંધી મેદાન બ્લાસ્ટના અનેક આરોપીઓને છોડાવવા માટે જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બંને આરોપીઓ અભણ અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને આતંકવાદી તાલીમ આપવા માટે દેશના અલગ-અલગ ભાગોમાં ફરતા હતા.