અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક હેડ કોન્સ્ટેબલે પૂર ઝડપે પોતાની કાર ચલાવીને અકસ્માત સર્જતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં હોવાનું જણાતા લોકોએ તેને પકડીને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કારની તલાસી લેતા દારૂની બોટલ પણ મળી આવી હતી. હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે નશાની હાલતમાં એક પોલીસ કોન્સ્ટેબલે પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની કે કોઈને ઈજા પણ થઈ નહતી. પરંતુ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કોન્સ્ટેબલ દારૂના નશામાં જણાતા લોકોએ તેને પકડીને ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. ટ્રાફિક પોલીસે પૂછતાછ કરતા અકસ્માત સર્જનારનું નામ અનિરુદ્ધસિંહ વાઘેલા અને પોતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલે દાદાગીરી કરતા તેને પકડીને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો.
ટ્રાફિક પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ સામે 185 હેઠળ ડ્રોઈંગ એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી મેડિકલ રિપોર્ટ મળ્યો નથી રિપોર્ટ મળ્યા બાદ કોન્સ્ટેબલ દારૂના નશામાં હતો કે કેમ તે સ્પષ્ટ થશે