Site icon Revoi.in

ધરોઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સાબરમતી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયાં

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા ધરોઈ ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ધરોઈ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેથી સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાને સાબદા રહેવા તાકીદ કરી છે. ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનનો 60 ટકા જેટલો વરસાદ વરસો રહ્યો છે. સૌથી વધારે કચ્છમાં સૌથી વધારે 120 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 55થી વધારે જળાશયો છલકાયાં છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા પાણીની વ્યાપક આવક થઈ છે.

સતત નવા પાણીની આવકને પગલે ડેમમાં છલકાયાં છે. જેથી હવે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવવામાં આવે તેવી શકયતા છે. સાબરમતી નદી સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં પસાર થઈ રહી છે જેથી આ ચારેય તાલુકાઓને સાબદા કરવામાં આવ્યાં છે. જેમાં પ્રાંતિજ, હિંમતનગર, ઇડર, વડાલીનો સમાવેશ થાય છે. ચારેય તાલુકામાંથી સાબરમતી નદી પસાર થતી હોવાથી કાંઠાના ગામોમાં તલાટીઓ અને અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન દિલ્હી અને નોઈડા સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓ પાલઘર, થાણે અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પૂણે, સતારા અને રત્નાગીરી માટે ભારેથી અતિ ભારે વરસાદનું સૂચન કરતા રેડ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા અધિકારીઓએ મુંબઈની તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી.