Site icon Revoi.in

બાળકોમાં કબજિયાતની તકલીફ છે? તો જાણી લો તેનો ઉપાય

Social Share

અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવાર બ્રેડ આપવામા આવે છે. જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે.બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે.

નિષ્ણાતો દ્રારા બાળકોને અંજીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. અંજીરમા પેટને જોઈતા સૌથી વધુ ફાયબર જોવા મળે છે. બાળકોને અંજીર ખાલી પેટે અથવા લંચના સમયે આપવા જોઈએ, અંજીરને વધારે કારગાર બનાવવા માટે તેને ખાતા પહેલા થોડા કલાકો સુધી પાણીમાં પલાળી રાખવું જોઈએ. અંજીરમા શરીરને ઉર્જાવાન બનાવવાની શકતિ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.