Site icon Revoi.in

Constitution Day : હાથ વડે લખાયેલું આપણું બંધારણ,આટલા સમયમાં થયું હતું તૈયાર

Social Share

આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદો દિવસ ભારતીય બંધારણના સન્માનમાં અને તેના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.ભારતમાં બંધારણ દિવસની ઉજવણી ત્યારે શરૂ થઈ જ્યારે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 2015 માં કેન્દ્ર સરકારને દર વર્ષે 26 નવેમ્બરના રોજ ઉજવણી કરવાની સૂચના આપી.હકીકતમાં 26 નવેમ્બર, 1949 ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું.આ પછી, 26 જાન્યુઆરી 1950 ના રોજ, દેશમાં બંધારણ અમલમાં આવ્યું.

બંધારણ સભાની રચના જુલાઈ 1946માં થઈ હતી. તેમાં 389 સભ્યો હતા, જેમાંથી 12 મહિલાઓ હતી. બંધારણ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને બંધારણના મહત્વ અને ઈતિહાસથી વાકેફ કરવા માટે દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ ભારતીય બંધારણ સાથે જોડાયેલા કેટલાક તથ્યો.