Site icon Revoi.in

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટબર મહિનામાં પૂર્ણ થશે – સ્પિકર ઓમ બિરલાએ પ્રેસ કોન્ફોરન્સમાં સંસદ સત્ર વિશે પણ માહિતી આપી

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારી વચ્ચે  સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે, આ સત્ર દરમિયાન 19 બેઠકો થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન સંસદનાં ત્રણ સત્રો થયાં છે, જેમાં મોટી સંખ્યામાં સાંસદોએ ભાગ લીધો હતો.

 આ સાથે જ તેમણે વધુમાં  જણાવ્યું હતું કે, સંસદના બજેટ સત્ર દરમિયાન 167 ટકા ઉત્પાદકતા હતી, જે એક રેકોર્ડ છે આ પ્રસંગે, બિરલાએ જણાવ્યું હતું કે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2021 માં પૂર્ણ થશે.

તેમણે કહ્યું કે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2021 માં પૂર્ણ થવાની સંભાવનાઓ પુરેપુરી જોવા મળી રહી છે. અમે અમારા લક્ષ્યાંકથી 10 દિવસ પાછળ છીએ, ટૂંક સમયમાં તેને આવરી લઈશું. સ્પીકરે કહ્યું કે 2022 માં સંસદનું સત્ર નવા બિલ્ડિંગમાં યોજાશે.

લોકસભાના અધ્યક્ષ બિરલાએ કહ્યું કે અમે કોવિડ -19 પ્રોટોકોલ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા કરવાના સતત પ્રયાસ કર્યો છે. ઘણા રાજ્યોમાં, સંક્મણ 5 ટકાથી વધુ છે, આવી સ્થિતિમાં, આરટીપીઆરની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું કે 311 સાંસદોએ કોરોનાનો બીજો ડોઝ લીધો છે જ્યારે 23 સાંસદોએ રસી લીધી નથી. સાંસદોના સ્ટાફ માટે રસીકરણની પણ એક વ્યવસ્થા છે.

લોકસભાના અધ્યક્ષે કહ્યું કે 18 જુલાઇએ સર્વપક્ષીય બેઠક યોજાશે. તેમણે કહ્યું કે 36 સાંસદ હવે મંત્રી બન્યા છે, આવી સ્થિતિમાં સંસદ સમિતિમાં ખાલી જગ્યાઓ જલ્દીથી તેમના સ્થાને ભરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસદીય કાર્યવાહીના ડિજિટલાઇઝેશન માટે પહેલ કરવામાં આવશે અને સંસદનું પુસ્તકાલય સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ કરવામાં આવશે.