શિયાળાની સવારે ગાજરના જ્યુસનું કરો સેવન, સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ
શિયાળાની સિઝન શરૂ થતાં જ શાકમાર્કેટમાં ગાજર દેખાવા લાગ્યા છે.ગાજર સ્વાસ્થયને ઘણી રીતે ફોયદો પહોંચાડે છે. ગાજર ખાવ કે પછી ગાજરનું જ્યુસ પીવ તે હેલ્થને ઘણો ફાયદો પહોંચાડે છે જો શિયાળાની સવારે ખાલી પેટે એક ગ્લાસ ગાજરના જ્યુસનું સેવન કરવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી બની રહે છે.
જો તમને પણ અપચાની તકલીફ હોય કે કબજીયાત રહેતી હોય તો ગાજરના જ્યુસનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે. ગાજરના જ્યુસમાં બીટા-કેરેટીન, વિટામીન A,C,D અને સાથે અમુક એન્ટી-ઓક્સીડ્ન્ટ પણ હોય છે જે શરીર માટે ખુબ ફાયદારૂપ હોય છે. ગાજરના જ્યુસનું સેવન શરીરમાંથી અશુદ્ધિઓને પણ દુર કરે છે.
જો તમે દરરોજ ગાજરનો રસ પીશો તો તેનાથી તમારી આંખોની રોશની મજબૂત થશે,ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન A હોય છે જે આંખોનું તેજ વધારે છે. તેથી બને એટલા વધારે પ્રમાણમાં ગાજર કે ગાજરના જ્યુસનું સેવન કરવું જોઈએ. જમવાની સાથે પણ ગાજરનું સલાડ બને તો ખાવું જોઈએ.
આ સહીત ગાજરનું જ્યુંસ વિટામીન C શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઈમ્યુનીટી વધારવામાં ગાજર ખુબ અસરકારક છે. ગાજરમાં વિટામીન C હોય છે આથી ગાજરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
જેનું લીવર નબળું છે તે લોકોએ આ પીવું જોઈએ.પરંતુ વધુ માત્રામાં પીવાથી શરીરમાં ટોક્સિન વધી શકે છે.ગાજર ચહેરા પર વૃદ્ધત્વના દેખાતા ચિહ્નોને ઘટાડવાનું કામ કરે છે.તેમાં જોવા મળતું બીટા-કેરોટીન એક એન્ટીઑકિસડન્ટ છે, જે ફ્રી રેડિકલ અને યુવી કિરણોની આડઅસર સામે રક્ષણ આપવાનું કામ કરે છે
ગાજર લોહીમાંથી અશુદ્ધતા દૂર કરે છે એટલા માટે તેના નિયમિત સેવનથી ચહેરા પર થતા ખીલથી છૂટકારો મળવામાં મદદ મળે છે. આ ઉપરાંત ગાજરમાં વિટામિન-એનું સારું પ્રમાણ મળી આવે છે જે આપણી આંખો માટે ઘણું જરૂરી હોય છે. એટલા માટે તેનું સેવન કરીને આંખોની રોશની પણ વધારી શકાય છે. આટલું જ નહીં, જો તમે ગાજરનું સેવન જ્યૂસ અથવા તો સલાડ સ્વરૂપમાં કરો છો તો તેનાથી લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે.