Site icon Revoi.in

સવારે નાસ્તામાં લીબુંની ચા નું કરો સેવન, થશે અનેક ફાયદાઓ

Social Share

 

ઉનાળાની સ્થિતિમાં સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ સાથે જ આપણી ખાણી પીણીને સુધારવી જોઈએ, એવો ખોરાક અને પીણા લેવા જોઈએ કે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે અને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે.સવારે આમ તો આપણે ચા પિતા હોઈએ છે પણ ભૂખ્યા પેટે ચા ન પીવી જોઈએ એના પેહલા તમે હેલ્થ ને સારી રાખવા અને સવાર માં ફ્રેશ ફીલ કરવા લેમન ટી પી શકો છો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લીંબુને ઈમ્યૂબનિટીનો ભરપુર સ્ત્રોત માનવામાં આવે છે,સામાન્ય રીતે ચક્કર આવતા હોય કે પછી રોગ પ્રતિકારક શક્તિ નબળશી પડી હોય એટલે દરેક ડોક્ટર લીબુંનું શરબત અથવા તો લીબું પાણી વીપાની સલાહ કરે છે, ત્યારે આપણે આજે વાત કરીશું લેમન ટી ની, દરોજ સવારે કોરોના સમયમાં જો આપણે સેમન ચટી નું સેવન કરીશું તો આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

લેમન ટી બનાવવી ખૂબજ સરળ છે, એક તપેલીમાં પાણીને ઉકળવા દો હવે તેમાં ચાની પત્તી નાખીને બરાબર ઉકાળો ત્યારે બાદ તેમાં તમારા સ્વાદ પ્રમાણે આદુ, ફૂદીનો કે તુલસીના પાન પણ એડ કરી શકો છો, આ સાથે જ સ્વિટનેસ માટે 1 ચમચી મધનો ઉપયોગ કરી શકો છો, આ ચા બની ગયા બાદ તેમાં અડઘા લીબુંનો રસ એડ કરીને મિક્સ કરી લેવો, તૈયાર છે તમારી લેમન ટી જે રોગપ્રતિકારક શક્તિમાં કરશે વધારો.

લેમન ટી ડ્રીંક આપણા શરીરને તંદુરસ્તી આપે છે, આ સાથે જ ચક્કર જેવી સામાન્ય લાગતી મોટી બિમારીઓમાં રાહત આપે છે, લેમન ટીનું સેવન કરવાથી પાચન શક્તિ પણ નજબૂત બને છે, કારણ કે લીંબુનો રસ શરીરમાં હાજર તમામ ઝેરી પદાર્થોને બહાર કાઢે છે કે જેનાથી અનેક બિમારી તથા ઇન્ફેક્શનથી રાહત મળી રહે છે.લેમન ટીમાં ફ્લેવોનોઇડ્સ નામનું કેમિકલ હોય છે કે જે ધમનીઓમાં બ્લડને ઘટ્ટ થતું અટકાવે છે પરિણાને હાર્ટ એટેક જેવી બિમારીઓથી પણ રક્ષણ આપે છે,