શિયાળામાં બાજરીનું કરો સેવન, જાણો અહીં બાજરીમાં સમાયેલા ગુણો વિશે
સામાન્ય રીતે શિયાળો આવતા જ અનેક ઘરોમાં બાજરી ખવાતી હોય છએ,જો કે સૌરાષ્ટ્રમાં બાજરી ખાવાનો રિવાજ છે બપોર હોય કે સાંજ અહી તમને બાજરીના રોટલા ખાવા મળે છેકારણ કે બાજરી પચવામાં સરળ હોય છે તો સાથે જ બાજરીમાં સમાએલા અનેક ગુણો ખૂબ ફાયદાકારક પણ હોય છે.
અનેક રોગોમાં આપે છે રાહત
જરીમાં આયરન મોટા પ્રમાણ સમાયેલું હોય છે જે લોહીની કમીથી થનારા રોગને થતા અટકાવે છે.આ સાથે જ બાજરીના સેવનથી લીવરનીને લગતી અનેક સમસ્હાયાઓ દૂર થાય છે.બાજરી ખાસ કરીને ગણવામાં આવે છે.ઈબીપી અને અસ્થમાં જેવી બીમારીઓ માટે પણ આ ખૂબ લાભકારી છે.
સુગરના દર્દીઓ માટે બેસ્ટ ઓપ્શન
નિયમિત રૂપે બાજરી ખાવો એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરી લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવા મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરી એક વરદાન સમાન ગણાય છે.
વેઈટલોસમાં ઉપયોગી
વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરીમાં ટ્રિપ્ટોફેન નામનું એમીનો એસિડ હોય છે. જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજન કંટ્રોલ કરે છે.
લીવરને રાખે છે સ્વસ્થ
આ સાથે જ બાજરી મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરીનું સેવન હૃદયની બીમારીઓ ના જોખમને ઓછું કરે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે.
પચવામાં છે સરળ
બાજરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત ગેસ વગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.