ઉનાળામાં ફુદીનાના શરબતનું કરો સેવન, અહીં જાણો તેના ફાયદા અને બનાવવાની રીત
ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં સૌથી વધારે ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરવામાં આવે છે.આ સાથે તેનો ઉપયોગ શરબત માટે પણ થાય છે.પરંતુ તમને વિચાર આવશે કે ફુદીનાનું પણ શરબત હોય ખરું ?તો અહીં જાણો ફુદીનાનું શરબત બનાવવાની રીત અને તેના ફાયદા વિશે
ફુદીનાનું શરબત કેવી રીતે બનાવવું ?
સૌપ્રથમ ફુદીનાના તાજા પાનને ધોઈ લો. હવે તેને એક વાસણમાં મૂકો અને તેમાં મધ અને રોક મીઠું મિક્સ કરો. હવે તેમાં શેકેલું જીરું ઉમેરો. તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરો. હવે તેને મિક્સરમાં પીસી લો અને પેસ્ટ બનાવ્યા પછી તેને એક ગ્લાસમાં કાઢી લો અને પછી પાણી ઉમેરો. હવે ફુદીનાનું શરબત તૈયાર છે. થોડુ બરફ નાખી ઠંડુ કરેલ ફુદીનાનું શરબત સર્વ કરો.
ફુદીનાના શરબતના ફાયદા
•જો ઉનાળામાં શરીરના કોઈપણ ભાગમાં બળતરા થતી હોય તો આ શરબત બળતરાથી રાહત આપે છે.અને જો ઉનાળાની ઋતુમાં ત્વચા ખુબ જ તૈલી થઇ ગઈ હોય તો ફુદીનાનું દરરોજ સેવન કરવું જોઈએ.જેથી ત્વચામાં ઓછું તેલ ઉત્પન્ન થશે.
•જો તમારે વજન ઓછું કરવું હોય તો બિનઆરોગ્યપ્રદ ઠંડા પીણાને બદલે તમે ફુદીનાનું શરબત પી શકો છો.તે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.આ સાથે પેટમાં બળતરા, દુખાવો, ગેસ થવો, એસિડિટી જેવી તમામ સમસ્યાઓમાં રાહત મળે છે. તેનાથી શરીરનું હાઇડ્રેશન પૂર્ણ થાય છે.