શિયાળાની સવારે સરગવાના પાવડરના સુપનું કરો સેવન, આરોગ્યને થશે આટલા ફાયદાઓ
શાકભાજીમાંથી અનેક વિટામીન્સ અને મીનરલ પુરતા પ્રમાણમાં મળી રહે છે, આજે આપણે વાત કરીશું સરગવાની શીંગની જે આયુર્વેદમાં ખૂબજ ગુણકારી દવા સમાન ગણાય છે, તેને ખાવાથી શરીરની અનેક બિમારીઓ દૂર થાય છે, પરંતુ જ્યારે સિઝન ન હોય ત્યારે સરગવાના બદલે તમે સરગવાની શીંગના પાવડરનો ઉપયોગ કરીને તદુંરસ્તી પામી શકો છો.
સરગવામાં ઘણા ઔષધીય ગુણધર્મો સમાયેલા છે.જેમાં ખાસ કરીને કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા તત્વો હોય ભરપુર માત્રામાં મળી રહે છે. એટલું જ નહિ, આ શાકભાજીમાં વિટામીન એ,બે, બીટા કેરોટીન, વિટામીન બી, વિટામીન સી, ડી અને ઈ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
સરગવાની શીંગનો પાવડર બનાવવાની રીત
સરગવાની શીંગ તોડી તેને સાફ કરીદો, હવે તેને તડકામાં 7 થી 8 દિવલસ સુધી સુકવવા મૂકી દો .ત્યાર બાદ તે બરાબર સુકાઈ જાય એટલે તેના નાના નાના કટકા કરીલો, હવે આ કટકાને મિક્સરના નાના જારમાં મિક્સકરી પાવડર તૈયાર કરીલો, હવે આ પાવડરને ચારણી વળે ચાળી લો જેથી કરીને તેમાંથી રેસા અવું વેસ્ટ નીકળી જશે,અને આ પાવડર ટાઈટ ઝાંકણ વાળઈ એક કાંચની બરણીમાં તમે સ્ટોર કરીલો,
સરગવાની શીંગના પાવડરનું સેવન ફાયદા કારક
સરગવાનો પાવડર વજન ઘટાડવામાં ઉપયોગી છે,આ પાવડરના સેવનથી વાળ અને ચામડીને લગતી બિમારીઓ દૂર થાય છે,આ પાવડરના સેવન કરવાથી શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે
આ પાવડરને તમે ગરમ પાણીમાં ઉકાળીને તેનું સપ બનાવીને પી શકો છો.કોઈ પણ શાકભાજી બનાવતી વખતે આ પાવડર એક ચમચી મિક્સ કરવાથી શાકનો સ્વાદ સ્વાદિષ્ટ બને છે અને શાક ખૂબ ગુણ કરે છે
સરગવાની મગજના સ્વાસ્થ્ય માટે સરગવો લાજવાબ ઔષધી છે,સરગવામાં સોજો અને દર્દ દુર કરનારા ગુણ હોય છે જેના કારણે હાથ .પગના સાંધાના દુખાવામાં રાહત થાય છે.સરગવામાં લોહીના પ્રેસરને ઘટાડનારા ગુણ આવેલા હોય છે. સરગવાનું નિયમિત સેવન બ્લડપ્રેસરને કંટ્રોલ કરે છે.
સરગવામાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિમાંથી દુર રાખે છે.