સવારના નાસ્તામાં કરો પલાળેલા તચણાનું સેવન – થાય છે આટલા ફાયદા
- ચણાથી લોહીની ઉણપ દૂર થાય છે
- શરીરને તંદુરસ્ત રાખે છે પલાળેલા ચણા
સામાન્ય રીતે દાળ કઠોળને જો સાચી રીતે ખાવામાં આવે તો તે આરોગ્યને ઘણો ફાયદો કરે છે એવી જ રીતે દેશી ચણા જેને આપણા નાના ચણા કહીે છીએ તેને પાણીમાં આખી રાત પલાળીને જો સવારે તેનું સેવન કરવામાં આવે તો ઘણી બઘી સમસ્યાઓમાં રાહત મળે છે. સાથે લોહીની ઉપણ પણ દૂર થાય છે તો ચાલો જોઈએ પલાળઈને ચણા ખાવાથઈ થતા લાભ વિશે.
પલાળેલા ચણામાં પ્રોટીનનો સારો સ્ત્રોત છે.પ્રોટીન સહીત પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મોઈશ્ચર, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન્સ પણ મળી આવે છે. ચણા માં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. રાત્રે ચણઆને ડૂબતા પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે નાસ્તામાં તેનું સેવન કરવું જોઈએ.
લાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે. લોહીને સાફ કરે ચણાએ આયર્નનો ખૂબ મોટો સ્ત્રોત છે.
જો તમે વજન ઓછુ કરવા માંગતા હોય તો સવારે નાસ્તામાં દરરોજ એક વાટકી પલાળેલા ચણાનું સેવન કરો તેનાથી ફએટ બનતી નથી અને વેઈટ લોક થાય છે તથા પેટ પણ ભરાી જાય છે
ખાસ કરીને પલાળેલા ચણામાં વિટામિન A, B6, ઝિંક અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે સ્વસ્થ વાળ અને ત્વચાને જાળવવામાં મદદ કરે છે.
આ સાથે જ પલાળેલા ચણા તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે બ્લડ પ્યુરિફાય પણ કરે છે. પલાળેલા ચણામાં લોહી સાફ કરવામાં મદદ મળે છે. જેનાથી સ્કીન સુંદર અને ગ્લોઇંગ જોવા મળે છે
પલાળેલા ચણઆમાં ફાયબર હોવાથી તે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તેનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે નિયમિતપણે ચણાના અંકુરનું સેવન કરી શકો છો.
આ સહીત હ્રદયને તંદુરસ્ત રાખવામાં પલાળેલા ચણા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેના કારણે હ્રદય ને લગતી બીમારી નું જોખમ ઓછું રહે છે અને હ્રદય તંદુરસ્ત રહે છે.