ઉનાળાની સવારે ખાલી પેટે આટલી વસ્તુઓના પાણીનું કરો સેવન ,પેટની તમામ ખરાબી થશે દૂર
- જીરાનું પાણી હેલ્થ માટે ગુણકારી
- પલાળેલી દ્રાક્ષનું પાણી પેટને ઠંડક આપે છે
હાલ ઉનાળાની ગરમી શરુ થઈ ગઈ છે આવી સ્થિતિમાં આપણે સૌ કોઈએ આપણું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો સવનારે તમે નાલ્તો હેલ્ધી નથી કરતા તો પેટની સમસ્યાઓ શરુ થી જાય છે સાથે જ પેટમાં આગ બળવી અસિડિટી થવી વેગેર સમસ્યા થાય છે,આ માટે સવારે તમારે સારા પીણા પીવા જોઈએ હવે તમે વિચારતા હશો સારા પીણા એટલે કયા પીણા? તો આજે વાત તકરીશું ઉનાળાનીસવારે ખાલી પેટે કયા કયા પીણા પીવા જોઈએ જેનાથઈ પેટની તમામ ખરાબીને તમે દૂર કરી શકો
જીરાનું પાણી
2 ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં પલાળીદો સવનારે જાગીને આ પાણીનું સેવન કરો,એક ચમચી જીરામાં માત્ર સાત કેલરી હોય છે! તે અન્ય વસ્તુઓની તુલનામાં ખૂબ જ ઓછું છે અને જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે જીરાના પાણીનું સેવન કરી શકો છો.આ સહીત તે શરીરને ડિટોક્સ કરવાનો અને વજન ઘટાડવામાં મદદ કરવાનો દાવો કરે છે.
કાળી દ્રાક્ષનું પાણી
રાત્રે 15 થઈ 20 નંગ કાળી સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી દો સવારે આ પાણીમાં સાકર મિક્સ કરીને તેને ભૂખ્યા પેટે પીજાવો આમ કરવાથઈ એસિટિડી થતી નથી અને પેટનો કચરો સાફ થાય છે અપચા તથા કબ્ઝની સમસ્યાઓ દૂર થાય છે
વરિયાળીનું પાણી
2 ચમચી વરિયાળીનો પાવડર એક ગ્લાસમાં રાત્રે પલાળી દો સવારે આ પાણીને ગાળીને પીલો, આમ કરવાથી પેટની ગરમી દૂર થાય છે. આ સહીત પેટની તમામ સમસ્યાઓ દૂર થાય છે સાથે જ દિવસ દરમિયાન તમને ભરપુર એનર્જી મળી રહે છે.
હિંગનુ પાણી
આ સહીત તમે એક કપ કે બે કપ હિંગના પાણીનું સેવન કરી શકો છો હિંગનું પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે. હિંગનું પાણી પાચનને ઝડપી બનાવે છે અને ભોજન પચવામાં મદદ કરે છે. એવા લોકો કે જેમણે કબજિયાત કે ગેસની તકલીફ હોય તેમણે હિંગના પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી તુરંત ફાયદો થાય છે.
ફૂદીનાનું પાણી
એક ગ્લાસ પાણીમાં 10 12 નંગ ફૂદીનાના પાનને પીસીને એડ કરી તેનું સેવન કરી શકો છો જે પેટને ઠંડક પહોંચાડે છે આ સહીત તેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.