Site icon Revoi.in

ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવા માટે આ દેશી પીણાંનું કરો સેવન

Social Share

ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સિઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે. આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ મહેસુસ કરો છો. ઉનાળાની ઋતુમાં ફળો સિવાય તમે અન્ય ઘણા દેશી પીણા તૈયાર કરી શકો છો. આ પીણાં વિશેની ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઝડપથી તૈયાર કરવામાં આવે છે.તો ચાલો આપણે જાણીએ કે, ઉનાળાની ઋતુમાં તમે કયા દેશી પીણા પી શકો છો.

દેશી જલજીરા – દેશી જલજીરા એ ઉત્તર ભારતનું એક લોકપ્રિય પીણું છે. તમે તેને જીરું પાવડર, આમલી અથવા આમચુર (કાચી કેરી) પાવડર, કાળા મરી પાવડર, કાળું મીઠું, વરિયાળી અને ઠંડા પાણીથી બનાવી શકો છો. આમાં તમે ફુદીનાના પાંદડા અને બુંદીના કેટલાક દાણા પણ ઉમેરી શકો છો. આ બધી વસ્તુઓ તમારા ઘરના મસાલા બોક્સમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમે આ તીખા અને મસાલેદાર પીણાને બનાવી શકો છો.

લીંબુ પાણી – લીંબુ ભારતમાં આખા વર્ષ દરમિયાન મળે છે. લીંબુ વિટામિન સી નો સારો સ્રોત છે. લીંબુ ઉનાળામાં એક ઠંડી અને સંતોષકારક તરસ છીપાનાર છે. આ માટે ઠંડા પાણીમાં લીંબુનો રસ કાઢવો, જો ઈચ્છો તો, તેમાં થોડા ફુદીનાના પાન ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરો. કેટલાક લોકો ખાંડ નાખતા નથી. તે હાઇડ્રેશનનો સારો સ્રોત છે.

લસ્સી – દહીંથી બનેલી લસ્સી ઘણા નામોથી જાણીતી છે. પંજાબ અને ઉત્તરીય ભારતમાં તે લસ્સી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં – મઠા , વગેરેના નામે ઓળખાય છે. તેને દહીં, પાણી અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. કેટલાક લોકો ખાંડને બદલે મીઠાનો ઉપયોગ કરે છે. તમે મીઠી લસ્સીના ઘણા સ્વાદ બનાવી શકો છો – જેમ કે કેરીની લસ્સી, ડ્રાયફ્રૂટની લસ્સી, સ્ટ્રોબેરી લસ્સી અને મલાઈ લસ્સી વગેરે.