હાલ વરસાદની સિઝન ચાલું થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણે સૌ કોઈએ આપણી કાળજી લેવી જોઈએ ખાસ કરીને જ્યારે આપણે બહાર વરસાદમાંથી ભીંજાયને ઘરે આવતા હોઈએ છીએ ત્યારે પહેલા તો કોરો થઈને આપણે બાફ લેવી જોઈએ ત્યાર બાદ ચા અછવા તો મસાલા વાળા ઉકાળઆનું સેવન કરવું જોઈએ
ઉકાળાનું સેવન કરવાથી શરદી નહી થાય અને ગળુ પણ દુખશે નદી જો તમને શરદી અને શાકી થવાની હશે તો તે અટકી જશે,તો ચોમાસામાં આ 3 ઉકાળાને બનાવાની રીત જોઈલો
1 ફૂદીના અને સુઠનો ઉકાળો
આ માટે તમારે 10 થી 15 નંગર તુલસી અને ફૂદીનાના પાન લો, ત્યાર બાદ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લો, આ પાણીમાં તુલસી અને ફૂદીનાના પાન ,સૂંઠ, 2 નંગ વાટેલા લવિંગ, 4નંગ વાટેલા મીરનો પાવડર એડ કરીને 5 થી 7 મિનિટ ઉકાળીલો, આ કાઢાના સેવનથી શરીર તંદુરસ્ત તો બનશે જ સાથે અનેક વાયરસ સામે રોદપ્રતિકારક શક્તિ પણ વધારશે.
2 મરી, અને અજમાનો ઉકાળો
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી અજમો, 4 નંગ આખા મરી નાખીને ઉકાળી લો, હવે તેને ગાળીલો ત્યાર બાદ તેમાં અડધી ચમચી હરદળ ઉમેરી મિક્સ કરી તેનું સેવન કરો, આ સાયનસની બિમારી ધરાવતા વ્યક્તિઓ માટે ખૂબજ ફાયદા કારક છે, રોજ સવારે ખાસી પેટે આ કાઢાનું સેવન કરવાથઈ સાયનસમાં રાહત થાય છે,
3 આદુ અને તુલસીનો ઉકાળો –
આ માટે તમારે 20 નંગ જેટલા તુલસી અને ફૂદીનાના પાન લો, તેને એક તપેલીમાં લઈને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરો,ત્યાર બાદ એક આંદુના ટૂકડાને છીણીને તેમાં એડ કરીલો, હવે આ કાઢાને 10 મિનિટ સુધી સતત ઉકાળો.,એટલે આદુંનો રસ તેમાં ભળી જાય ત્યાર બાદ તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને કાઢો ગાળીલો, હવે તેનું સેવન કરો. આ જોરદાર કાઢો છે, એસિડીટીથી લઈને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, શરદીમાં રાહત. ગળાની ખરાશ દૂર કરવી વગેરે જેવા ફાયદાઓ થોય છે.