ઠંડી ની સિઝનમાં દરરોજ સવારે આ એક ગોળ-સુંઠ ની ગોળી નું કરો સેવન , શરદી ખસીમાં મળશે રાહત
શિયાળાની મોસમમાં સવારે જાગતાની સાથે જ શરદી થી જાય છએ,નાકમાંથી પાણી પડવા લાગે છે ,અને જો એમા પણ ઠંડા પાણીથી ન્હાઈ લીધું તો તો ગળું દુખવાથી લઈને શરદી નાક ગરવાની સમસ્યા થાય છે જો કે શિયાળામાં આદુને એક એવો મસાલો ગણાય છે જેનો ઉપયોગ અને બીમારીઓને ભગાવવામાં થાય છે.
આદુની તાસિર ગરમ છે જેથી શિયાળામાં તેનું સેવન કરવું જોઈએ, શિયાળામાં તેનું સેવન કરવાથી, તમારું શરીર આંતરિક રીતે ગરમ રહે છે, જેના કારણે તમે ખાંસી, શરદી અથવા તાવ જેવા ઘણા મોસમી રોગોથી સુરક્ષિત રહો છો.આદુમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, વિટામિન બી3, વિટામિન બી6 અને પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો આપે છે.
જો તમને આદુ એકલું ન ભાવતું હોય તો શિયાળામાં આદુની કેન્ડી બનાવીને સ્ટોર કરીલો ગરરોજ સવારે એક કેન્ડિનું સેવન તમને અનેક મોસમી રોગોથી બચાવશે.આદુની કેન્ડીનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે, આદુની કેન્ડીનું સેવન કરવાથી તમે ઉધરસ, શરદી અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી બચી શકો છો.
આ રીતે બનાવો આદુ કેન્ડી
આદુ કેન્ડી બનાવા માટે તમારે આદુ, હળદર પાવડર, ગોળ,કાળા મરી,સંચળ પાવડર, કાળું મીઠું, ખાંડ પાવડર, દેશી ઘીની જરુર પડે છે
સૌથી પહેલા આદુને ધીમી આંચ પર શેકી લો. પછી જ્યારે તે ઠંડું થઈ જાય, ત્યારે તમે તેને પાણીમાં પલાળી રાખો.તે પછી તમે તેની છાલ કાઢીને સાફ કરીલો.
હવે આ આદુના ટૂકડાઓ કરી લો.આ સમારેલા આદુને બ્લેન્ડરમાં નાંખો અને તેની સ્મૂધ પેસ્ટ બનાવો.
ubs એક કડાઈમાં દેશી ઘી નાખીને ગરમ કરો.આ પછી તેમાં આદુની પેસ્ટ નાખીને શેકી લો.શેકાય ગયા બાદ તેમાં ગોળ ઉમેરીને બરાબર ઓગળે ત્યાં સુધીથવા દો.
આ પછી તેમાં હળદર પાવડર, સંચળ પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરો.
પછી તમે તેને મિક્સ કરો અને લગભગ 2-3 મિનિટ માટે પકાવો.જ્યારે આ પેસ્ટ ઠંડુ થઈ જાય, પછી તમારા હાથ પર ઘી લગાવો.પછી જ્યારે આ મિશ્રણ થોડું હૂંફાળું રહે તો તમે તેની કેન્ડી બનાવી શકો છો.હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરીલો