મોટેભાગે મહિલાઓ તેમના વાળને લાંબા અને ઘાટ્ટા કરવા માટે બજારમાંથી નવીનવી પ્રોડક્ટ ખરીદીને લાવે છે. પણ તેમ છતા અસર થતી નથી, આવામાં તેમને આ ખાસ જ્યૂસનું સેવન કરી શકે છે.
વાળને લાંબા, ઘાટ્ટા અને સુંદર બનાવવા માટે મહિલાઓ ઘણા પ્રયાસો કરતી હોય છે. પરંતુ તેમ છતા અસર દેખાતી નથી. તમે તમારા વાળને લાંબા અને ઘાટ્ટા બનાવવા માગો છો, તો દરરોજ આ ખાસ જ્યૂસનું સેવન કરી શકો છો.
મેથાના દાણાનો જ્યૂસ વાળ માટે વરદાન માનવામાં આવે છે. આ વાળને લાંબા બનાવવામાં મદદ કરે છે. દરરોજ મેથીના દાણાનો જ્યૂસ પીવાથી વાળ કાળા અને ઘાટ્ટા થાય છે સાથે જ આ વાળને ખરતા ઓછા કરે છે.
એક ચમચી મેથીના દાણાને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો, સવારે મેથીના દાણાને અલગ કરી પાણી ગાળીને પી લો. કેટલાક લોકોને મેથીના દાણાના પાણીથી એલર્જી હોઈ શકે છે, જો એવું હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.