Site icon Revoi.in

દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે છે ભરપૂર એનર્જી, જાણો તેને ખાવાથી થયા ફાયદાઓ

Social Share

દરેક ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે પણ જો ખાસ આજે વાત કરીએ કેળાની તો કેળા કેલ્શિયમનો ભરપુર સ્ચ્રોત માનવામાં આવે છેઆ સહીત દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે આપણાને એનર્જી યુક્ત રાખે છે.તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને પોષકતત્વો હોય છે.

કેળા અને દૂધ વિશે ભાગ્યે જ કોઈ જાણતું નથી. તે વર્ષોથી નાસ્તા તરીકે ખાવામાં આવે છે. લગભગ બધાને ખબર હશે કે આ બંને સ્વાસ્થ્ય માટે પોષક છે. આવી સ્થિતિમાં જો દૂધ અને કેળાને મિક્સ કરવામાં આવે તો આ મિશ્રણનો ફાયદો સ્વાસ્થ્ય માટે બમણો થઈ શકે છે.

ફાયબરથી ભરપૂર કેળા ના માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રીશન મળે છે? ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.

સારી ઊંઘ માટે કેળા સાથે દૂધ ખાવાના ફાયદા છે કેળા અને દૂધ બંનેને એવા ખોરાકની સૂચિમાં ગણવામાં આવે છે જે ઊંઘને ​​પ્રોત્સાહન આપવા માટે મદદ કરી શકે છે. કેળા અને દૂધ ટ્રિપ્ટોફનઅને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવાનું કહેવાય છે, જે મેલાટોનિન (ઊંઘનું પ્રેરક હોર્મોન) સ્તરને હકારાત્મક અસર કરી શકે છે.
દૂધ અને કેળા ખાવાના ફાયદાઓમાં વજનને સંતુલિત કરવું પણ સામેલ છે. કેળા અને ઓછી ચરબીવાળા દૂધ બંનેને વજન નિયંત્રણ માટે સ્વસ્થ આહારની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છેકેળામાં પાણી, ફાઈબર અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે. તે જ સમયે, ઉચ્ચ પોટેશિયમ ખોરાક લેવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.