મધ અને ગરમ પાણી સાથે લસણ નું સેવન આ સમસ્યામાં આપે છે રાહત
શરીરને મજબૂત બનાવવા માટે અનેક વસ્તુઓનું આપણે સેવન કરતા હોઈએ છીએ જો કે લસણ ખાવાથી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે પણ જો લસણ અને મધનું સેવન કરવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે.
આયુર્વેદિક દવાઓમાં લસણ અને મધ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણને મધમાં ભેળવીને ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે. લસણ અને મધ બંને એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ફાયદાકારક છે.
લસણ અને મદનો આ રીતે કરો ઉપયોગ
- લસણની એક કળીને વાટીને તેને એક ચમચી મધમાં ભેળવીને તેનું સેવન કરવું જોઈએ
- લસણની 2 થી 4 કળીને વાટીને એક ચમચી મધને એક ગ્લાસ પાણીમાં ભેળવીને રોજ તેનું સેવન કરો.
- લસણની 2-4 કળીને દેશી ઘીમાં શેકી, મધથી ભરેલી કાચની શીશીમાં ભરીને બંધ કરી દો. હવે આ શીશીને અંધારાવાળી જગ્યાએ સ્ટોર કરો. પછી રોજ એક ચમચી ખાલી પેટે લો.
લસણ અને મધ ખાવાના આટલા થાય છે ફાયદા
સવારે ખાલી પેટે મધ અને લસણ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. લસણમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મધમાં હાજર સલ્ફર રક્તવાહિનીઓને ફેલાવવાનું કામ કરે છે.
આખા શરીરમાં લોહીનો પ્રવાહ સુધારે છે. તેનું સેવન ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડીને અને કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઘટાડીને રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે
ખાસ કરીને લસણ પેટમાં ગેસ્ટ્રિક જ્યુસના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.આ સાથે જ તે આયર્નને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે.
લસણ અને મધનું સેવન કરવાથી રરક્ત પ્રવાહને સમૃદ્ધ બનાવામાં મદદ મળી રહે છે.
આ બન્નેનું સેવન શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે.
એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોની હાજરીને કારણે, તે કોષોના નિર્માણમાં મદદ કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.