- ઘી અને લસણ સ્વાસ્થઅય માટે ગુણકારી
- અનેક બીમારીમાં આપે છે રાહત
આપણે સૌ કોઈએ લસણના ફાયદા વિશે તો સાંભળ્યું જ છે આ સાથે જ આપણે દેશી ઘીના પમ ફાયદાઓ જોયા છે જો કે આજે ઘી સાથે લસણને મિક્સ કરીને ખાવાથી થતા ફાયદાઓની વાત કરીશું, ઘી અને લસણ ખૂબ જ હેલ્ધી ગણાય છે.લઆ બંનેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં મજબૂત બને છે. લસણ અને ઘીનું સેવન તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
ઘણા લોકોને લાગે છે કે ઘીનું સેવન કરવાથી શરીરમાં ચરબી વધી શકે છે, પરંતુ યોગ્ય રીતે ઘીનું સેવન કરવું તમારા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય લસણ અને ઘીનું સેવન કરવાથી તમને એસિડિટી અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે.
લસણ અને ઘીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે શરીરમાં એલર્જી અને ત્વચાની પ્રતિક્રિયાઓને ઘટાડી શકે છે. જો તમને વારંવાર ત્વચાની એલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય તો તેને દૂર કરવા માટે તમે શેકેલું લસણ ખાઈ શકો છો અને તેમાં ઘી મિક્સ કરી શકો છો. તમે તેને સવારે કે સાંજે ખાઈ શકો છો.
લસણમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ જેવા ઔષધીય ગુણો જોવા મળે છે. આ સિવાય ઘીમાં ઓમેગા-3, ઓમેગા-9 ફેટી એસિડ અને વિટામીન A, K અને E ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં સેચ્યુરેટેડ ફેટ, કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન મળી આવે છે. તેનું યોગ્ય રીતે સેવન કરવાથી તમે વજન પણ ઘટાડી શકો છો