શિયાળામાં સૂંઠનું સેવન અનેક બીમારીમાં રાહતનું કરે છે કામ, આ રીતે સૂંઠનું કરો સેવન થશે આટલા ફાયદા
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, સવારની પોળમાં જાણે પથારીમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું, ઠંડીના કારણે શરીરમાં સુસ્તી રહેવી ,આળસ આવવી ,કંટાળો આવવો જેવી રોજની સમસ્યા થતી હોય છે આ સાથે જ સવાર સવારમાં જ્યારે પણ જાગીએ છીએ ત્યારે હળવી શરદીનો અનુભવ થાય છે, શરીરમાંકળતર જેવું લાગે છે, જો કે આ તમામ સમસ્યામાંથી જો છૂટકારો જોઈતો હોય તો હવે તમારે દરરોજ સવારે જાગીને બ્રશ કરીને સૂઠ અને ગોળની 2- 2 ગોળીઓનું સેવન કરવું જોઈએ,જેનાથી તમારી અનેક સમસ્યાઓ હલ થી શકે છે.
આ રીતે બનાવો ગોળ અને સૂઠની ગોળી
જેટલો ગોળ હોય તેમાં તેના અડધા માપની સૂઠ લેવી ત્યાર બાદ બન્નેને થોડું ઘીમાં ગરમ કરીને બરાબર મિક્સ કરવું અને નાની નાની ગોળીઓ બનાવીને ડબ્બામાં ભરી લેવી,ગોળીની સાઈઝ તદ્દન નાની રાખવી
જાણો સૂઠ-ગોળની ગોળીના સેવનથી થતા ફાયદા
જે લોકોને સાંઘાનો વા હોય તે લોકોને આ ગોળીના સેવનથી ઘણી રાહત થાય છે, હાથ પગના દુખાવામાં રાહત મળે છે.શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળની ગોળી ખાવા લાભ થાય છે.
આ સહીત અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની ફરીયાદમાં રોજ સવારે આ ગોળીનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છેશિયાળાની સવારે આ ગોળીનું સેવન તમારા શરિરમાં ગેસ ભેગું થવા દેતી નથી જેથી શરીર તંદુરસ્ત રહે છે
શરદી ખાસી અને ગળું બળવું જેવી સમસ્યામાં સવારે આ ગોળીનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે શિયાળામાં ખૂબ ઠંડી હોય છે જ્યારે ગોળ અને સૂઠની તાસિર ગરમ છે જે ઠંડીથી આપણા શરીરને રક્ષણ પુરુ પાડે છે,જો કે આ ગોળી માત્ર 2 જ ખાવી અને તે નાની નાની બનાવવી જોઈએ, વધુ પડતું સેવન ગરમ પડી શકે છે.
જો તમારે નાના બાળકો હોય અને તેને શરદી હોય તો તમે સૂઠ સાથે ગોળ ચટાડી શકો છો તેનાથી કફ છૂટો પડે છે.સૂટ અને ગોળની ગોળીનું સવારની પોળમાં સેવન કરવાથી દિવસ દરમિયાન ભરપુર એનર્જી બની રહે છે આ સાથે જ સુસ્તી પણ દૂર થાય છેઆ ગોળીનું સેવન ખાસ શિયાળામાં કરવામાં આવે છે જેથી ઠંડીથી આપણા શરીરને રક્ષ મળી શકે છે