1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં સૂકા મેવા સહિત ગરમ મસાલા અને આટલું વસ્તુઓનું કરો સેવન હેલ્થ રહશે તંદુરસ્ત
શિયાળામાં સૂકા મેવા સહિત ગરમ મસાલા અને આટલું વસ્તુઓનું કરો સેવન હેલ્થ રહશે તંદુરસ્ત

શિયાળામાં સૂકા મેવા સહિત ગરમ મસાલા અને આટલું વસ્તુઓનું કરો સેવન હેલ્થ રહશે તંદુરસ્ત

0
Social Share

 

શિયાળાનો હવે બરાબર આરંભ થી ચૂક્યો છે, ઠંડીની પ્રમાણ હવે વધેલું જોઈ શકાય છે, ત્યારે આપણે આપણા ખોરાકમાં પમ ખાસ ધ્યાન આપવાની જરુર છે,જેથી કરીને આપણાને ઠંડીની ઋતુમાં પમ એનર્જી ણલી રહે  અને બિમાર પડવાના ચાન્સ ઓછા થાય ,આ સાથે જ ભરપુર ઠંડીમાં ખોરાકમાં જો કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય તો તે ઠંડીથી રક્ષણ આપવાનું પણ કામ કરે છે,તો ચાલો જોઈએ શિયાળામાં કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું ગુણકારી છે.

શિયાળામાં ખાલી પેટે કેટલીક એવી વસ્તુઓ છે તે ખાવાથી ઘણા ફાયદા થતા હોય છે અને તે વસ્તુઓ આખો દિવસ એનર્જી આપતી હોય છે અને સાથે સાથે આપણા વજનને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરતી હોય છે,

ગરમ પાણી સાથે મધ – શિયાળામાં દિવસની શરૂઆતમાં હૂંફાળું પાણી અને મધ ખાવું જોઈએ. તેથી તમારા શરીરના આંતરડા સાફ રહેતા હોય છે. રાત્રે પલાળેલી બદામ સવારે ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે અને તમારું શરીર ગરમ રાખવામાં મદદ કરે છે.

સૂકા મેવા  – આ સિઝનમાં સવારે નાસ્તો કરતા પહેલા એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પણ તમારી પાચનશક્તિમાં સુધારો થતો હોય છે.

પપૈયું -આપણે જાણીએ છીએ પપૈયાની તાસિર ગરમ હોય છે જેથી તે શિયાળામાં ખઆવું જોઈએ,શિયાળામાં પપૈયું ખાવાથી તમારા આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે જ પપૈયુ પેટને લગતી સમસ્યાઓ પણ દૂર કરતું હોય છે.

તેજાના અને મસાલાઃ શિયાળામાં મરી, ‌હિંગ, અજમો વગેરે જેવા વિવિધ સ્પાઇસીસથી બનાવેલ ગરમ વે‌જીટેબલ સૂપ કે હર્બલ ટી શરીરને જુદાં જુદાં બધાં ન્યુટ્રીઅન્ટ્સ દ્વારા ગરમી અને તંદુરસ્તી આપે છે.

અખરોટ – તમારા શરીરમાં થતા કોલેટ્રોલને ઘટાડવામાં મદદ કરે અને હ્રદયને થતી બીમારીઓને પણ દૂર થાય છે. શિયાળામાં સવારે રાત્રે પલાળેલા અખરોટ ખાવામાં આવે તો પણ શરીરમાં ઘણા ફાયદા થતા હોય છે.

વટાણા: ૧૦૦ ગ્રામ વટાણામાં ફક્ત ૨૬ ટકા જ કેલરી હોય છે, જ્યારે ફાઈબરનું પ્રમાણ ૩.૪ ગ્રામ જેટલું રહેલું હોય છે અને વિટામિન એ, સી, બી-સિક્સ ભરપૂર માત્રામાં હોય છે. વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે.

તુલસી, ફુદીનો, લેમનગ્રાસઃ તુલસી, ફુદીનો અને લેમનગ્રાસ એ પાચનને મદદ કરનાર, શરીરને વોર્મ રાખનાર અને શરીરનું ઇમ્યુનિટી લેવલ વધારનાર હર્બ્સ છે.

ઘી – ઘી ખાવાથી શરરની હાડકાો મજબૂત બને છએ, સાઁઘાના દૂખાવામાં રાહત થાય છે, ઘી આપણા શરીરને પુરતા પ્રમાણમાં અનર્જી પણ પુરી પાડે છે, જો કે ઘીને તમે ગોળ સાથે અથવા લાડવા કે પાકમાં નાખીને ખાઈ શકો છો.

ગોળ – ગોળ આમતો શિયાળામાં ભરપુર પ્રમાણમાં ખવાતો ખોરાક છે, દરરોજ સવારે એક ગાંગળી ગોળ ખાવો જોઈએ, જેનાથી લોહી શુદ્ધ બને છે અને એનર્જી પણ મળી રહે છે તથા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે ઠંડીથી રાહત આપે છે.

ખજૂર – ખજૂર ેનર્જીનો સારો સ્ત્રોત ગણાય છે, રોદ સવારે ખઆલી પેટે બેથી 4 ખજૂરની પેશીો ખાવી જોઈએ જે શરીરમાં આયર્નની કમી ને પુરી કરે છે, શરરી મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શિંગોળાનો લોટ – શિંગોળામાં ભરપુર કેલ્શિયમ હોય છે તેના લોટનો શીરો ઘીમાં અને ગોળમાં બનાવીને ખાવો જોઈએ જેનાથી હાડકાઓ મજબૂત બને છે.હાથ પગના સાંઘાના દુખાવાની ફરીયાદ દૂર થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code