Site icon Revoi.in

ઉનાળામાં લીચી નું સેવન અનેક રોગોથી તમને રાખે છે દૂર, જાણો લીચી ખાવાના ફાયદાઓ વિશે

Social Share

 

ઉનાળાની ગરમીના કારણે બોડિ ડિહાઈડ્રેડ થી જતું હોય છે, કેટલું પાણી પીવા છત્તા શરીરમાં એનર્જી ઘટી જાય છે,ગરમીના કારણે ખોરાક વધુ લી શકતા નથી જેથી આપણે ફળો જ્યૂસ જેવી વસ્તુઓ વધુ ખાવી જોઈએ જેથી ઉનાળામાં પણ આપણે તંદુરસ્ત રહી શકીએ, ઉનાળામાં લીચી એનર્જીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે લીચી ખાવાથઈ ઘણા ફાયદાઓ થાય છે. કારણ કે લીચીમાં વિટામિન C, ફોલેટ, નિયાસિન, રિબોફ્લેવિન, બીટા કેરોટીન અને ફોલેટ જેવા મહત્વના પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરને ઠંડક આપવાની સાથે તે પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

લીચીમાં પેક્ટીન અને ફાઈબર હોય છે.તે આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે.તે પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.તે કબજિયાત, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

લીચીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર હોય છે. તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તેનું સેવન કર્યા પછી, તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તે ચયાપચયને વેગ આપે છે.જે લોકો વજન ઘટાડવા માગતા હોય છે તે લોકોએ લીચીનું સેવન જરૂરથી કરવું જોઈએ. બીજી તરફ, સુગરના દર્દીઓએ તેને ખાતા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં તો તેમને તે આપવી પડી શકે છે.

લીચીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તેઓ અસ્થિ સંબંધિત સમસ્યાઓ જેમ કે ઓસ્ટીયોપોરોસીસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.