ડાયાબિટિઝના દર્દીઓ માટે ભીંડાના પાણીનું સેવન આશિર્વાદ સનમાન., જાણો કઈ રીતે બને છે આ પાણી
- ભીંડાનું સેવન આરોગ્ય માટે ગુણકારી
- ભીંડાને પાણીમાં પલાળી તે પાણી પીવાથી થાય છે ફાયદા
સામાન્ય રીતે લીલા શાકભાજી ખાવાની ડોક્ટર્સ આપણાને સલાહ આપતા હોય છે અને હવે શિયાળો હોવાથી માર્કેટમાં મોટા પ્રમાણમાં લીલા શાકભાજીઓ આવતા હોય છે,ડોક્ટર્સ યઅને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ભીંડાનું સેવન એનેક રોગોના દર્દીઓની દવા છે, ખાસ કરીને ડાયાબિટિઝના દર્દીઓ માટે કારગાર ગણાય છે તો આજે વાત કરીશું ભીંડાના પાણીના સેવનથી ,ભીંડાના પાણીનું સેવન અનેક રોગમાં ગુણકારી છે.
ભીંડામાં મહત્તમ માત્રામાં ફાઈબર હોય છે, સાથે જ જો તમે દરરોજ એક ગ્લાસમાં માત્ર બે ભીંડા કાપીને ગ્લાસમાં રાખો છો અને સવારે તે પાણીનો સેવન કરો છો, તો જો તમને ડાયાબિટીઝની સમસ્યા ઓછી થાય છે.
આ સિવાય ડાયાબિટીઝના દર્દીઓને કરતાં વધારે ભીંડા ખાવાનું પણ કહેવામાં આવે છે, પરંતુ તે તળેલું ન હોવું જોઈએ. આ સિવાય તમને જણાવી દઈએ કે ભીંડા સગર્ભા સ્ત્રીઓ માટે ઘણી સારી માનવામાં આવે છે.
સૌ પ્રથમ ભીંડામાં ચાર ચીરા કરીને તેને એક પાણી ભરેલા બાઉલમાં એક કલાક સુધી રહેવાદો ત્યાર બાદ આ પાણીનું સેવન કરોનિષ્ણાંતના જણાવ્યા અનુસાર ભીંડામાંથી માત્ર 30 ટકા કેલોરી મળી છે.
ભીંડા વિટામિન સી અને મેગ્નેશિયમનો પણ સારો સોર્સ છે.જો તમે આ તત્વોનો લાભ મેળવવા ઇચ્છો છો તો તેના માટે ભીંડાના રસનું સેવન કરો.
એક ગ્લાસ ભીંડાના રસમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 80 માઇક્રોગ્રામ ફોલેટ, 3 ગ્રામ ફાઇબર અને 2 ગ્રામ પ્રોટીન મળે છે.ભીંડાના પાણીનું સેવન અસ્થમામાં ભીંડાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.આ સાથે જ આ ભીંડાનું પાણી પીવાથી ઇમ્યૂનિટી પાવરને વધારે છે.આ સાથે જ આ પાણી કૉલેસ્ટ્રોલના,સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.ખાm રીને ભીંડાનું પાણી શુગરની બીમારીમાં ફાયદાકારક રહે છે.કીડનીની બીમારીમાં પણ ભીંડા લાભદાયી હોવાનું માનવામાં આવે છે.