Site icon Revoi.in

ઉનાળામાં ઓરેન્જ અને તેના જ્યુસનું સેવન તમને દિવસ દરમિયાન આપે છે એનર્જી

Social Share

હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણે આપણા સ્વાસ્થ્યનું થાસ ધ્યાન આપાવનું હોય છે ખાસ કરીને દિવસ દરમિયાન એનર્જી દળવાી રહે તેવા પીણાઓ કે ખોરાક લેવા જોઈએ આજે વાત કરીશું ઓરેન્જની ,ઓરેન્જ એ વીટામિન સીનો સ્ત્રોત છે જેનું સેવન તમને દિવસ દરમિયાન એનર્જીથઈ ભરપુર રાખે છે ઓરેન્જ ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

દરરોજ સવારે નાસ્તામાં 2 ઓરેન્જ અથવા એક ગ્લાસ તેનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે.આ સાથે જ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.ઇમ્યુનિટી વધારે છે.તેમાં  એન્ટિવાયરલ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે.

ઓરેન્ફાજ માં ફાઇબર મોટા પ્રમાણેમાં હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નારંગીમાં રહેલું ફાઇબર તમારું પેટ ભરીને રાખે છે તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. જેમ કે,ચાટ અને જ્યુસ વગેરેમાં.

ઓરેન્માંજ ઓર્ગેનિક એસિડ, વિટામિન, ખનિજો, વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ હોય છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. તે કોલેજનના ઉત્પાદનમાં વેગ લાવી શકે છે.

સંતરામાં પોટેશિયમ વધુ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.ઓરેન્જ જ્યુસ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. નારંગીમાં ફાઇબર ભરપૂર હોય છે. ફાઇબર લિવર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરી શકે છે.