શિયાળામાં તલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક – જાણો તેના સેનથી થતા ફાયદાઓ
શિયાળો આવતાની સાથે હાથ પગના સાંધા દુખવાની કેટલાક લોકોને ફરીયાદ શરુ થઈ જાય છે, જો કે એટલા માટે જ શિયાળું પાક ખાવામાં આવે છે જેમાં ગોળ, ગુંદર ,મેથી,અળદીયો વગેરેનો સમાવેશ થાય છે આ સાથે જ શિયાળામાં તલ ખાવાથી પણ આરોગ્ય તંદુરસ્ત બને છે,. તો ચાલો જાણીએ તલ ખાવાથી આ ઋતુમાં કયા કયા ફાયદાઓ થાય છે.
સંધિવા એ સાંધાનો એક એવો રોગ છે, જેમાં શરીરમાં દુખાવો, બળતરા અને જકડાઈ જવા જેવી અનેક ફરિયાદો થાય છે. આ રોગ શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે થાય છે.આર્થરાઈટિસનો રોગ મોટે ભાગે આનુવંશિક હોય છે અને લોકો તેના દુખાવાથી છુટકારો મેળવવા માટે મોટે ભાગે પેઈનકિલર પર આધાર રાખે છે આ રોગમાં તલનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
તલમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં આયર્નના સ્તરને નિયંત્રિત કરે છે અને જે લોકો એનિમિયાથી પીડાય છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, જો તમે તેનું રોજ સેવન કરો છો તો તે તમારા શરીરમાં લોહીને વધારે છે.
કારણ કે તલમાં ઓમેગા 3, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને ફાઈબર વગેરે જેવા ગુણો છે. તે મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટમાં પણ જોવા મળે છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું જોવા મળે છે. .
આ સાથે જ તલમાં સારા કોલેસ્ટ્રોલની સારી માત્રા જોવા મળે છે, જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
શિયાળામાં તો અન્ય તેલ કરતા ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે તો તે આરોગ્યને ગુણ કરે છે સાથે જ તલના તેલથી માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.
આ સાથે જ શિયાળામાં તલ ખાવાથી હોર્મોનલ બેલેન્સ, આયર્ન એબ્સોર્પ્શન, સ્કિન ટોન અને બોન ડેન્સિટી પણ વધે છે, તલનુિં સેવન કરવાથી એમિનો એસિડ અને વિટામિન્સનો સારો સ્ત્રોત બને છે, જે શરીરમાં ઊર્જાને વેગ આપે છે અને તમે ખાઓ છો તે ખોરાકને શોષીને શરીરને સંપૂર્ણ સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.