Site icon Revoi.in

શાહીજીરુ કે જેનું સેવન તમારા હેલ્થ માટે છે ગુણકારી, વજન ઓછુ કરવામાં પણ મદદરુપ

Social Share

દરેક લોકોના કિચનમાં રહેતા મરી મસાલા એવી વસ્તુઓ છે કે જેનો પ્રાચીન સમયથી ઔષદ કરીકે ઉપયોગ થતો આવ્યો છે, નાની મોટી બીમારીમાં ડોક્ટર પાસે જતા પહેલા ઘરેલું ઈલાજ આપણે કરતા હોઈએ છીએ,આપણે સૌ કોઈએ જીરુના ગુણ સાંભ્યા હશે પરંચુ  આજે વાત કરીશું કાળા જીરુંની જે અનેક ઓષધિય ગુણોથી ભરપુર છે, ખાસ કરીને વેઈટ લોસ કરવા માંગતા લોકો માટે તે રામબાણ ઈલાજ છે આ સાથે જ આરોગ્યને તેના સેવનથી ઘણો ફાયદો થાય છે તો ચાલો જાણીએ કાળઆ જીરુનું સેવન

જાણો કાળા જીરુંના અનેક ફાયદા અને ઉપયોગ

કાળા જરુની સેવન કરવાથી શરદીમાં રાહત થાય છે, જીરુંના પાવડરની ગંધ લેવાથી નાક ખુલી જાય છે અને શરદીમાં આરામ મળે છે, જોઈએ. આ માટે એક ચમચી જીરુંને શેકીને તેનો પાવડર તૈયાર કરીલો પછી તેને પીસીને રૂમાલમાં બાંઘીને સુંઘતા રહો.

જે લોકોને અવાર નવાર માથાનો દુખાવો  રહે છે તેમણે કાળા જીરુંના તેલથી માથામાં  માલિશ કરવી જોઈએ.આ માટે તમારે  કપાળ જીરુના તેલથી માલિસ કરવાથી ફાયદો થાય છે, દૂખાવો દૂર થાય છે અને તણાવ પણ દૂર થાય છે.

જે લોકોને દાંતની પીડા હોય તેમના માટે પણ કાળું જીરુ ગુણકારી છે, કાળા જીરુંનો પાવડર પાણીમાં નાખી તે પાણીથી કોગળા કરવાથઈ દાંતની પીડા ઓછી થાય છે. આ સાથે જ દાંત પર કાળા જીરુંનો પાઉડર લગાવવાથી પણ દુખાવામાં રાહત  થાય છે

ખાસ કરીને જે લોકો વેઈટ સોલ કરવા ઈચ્છે છે તેમના માટે કાળું જીરુ બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.. વધુ વજનવાળા લોકો સતત ત્રણ મહિના સુધી કાળા જીરુંનું પાણી પીવે તો શરીરમાં રહેલી બિનજરૂરી ચરબી ઓગળશી જાય છે અને શરીર પાતળું થાય છે.

આ સાથે જ કાળાં જીરુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા રોજ સવારે એક ચમતી જીરુંનું સેવન કરવું જોઈએ તેનાથી તાવ પણ જલ્દી આવતો નથી.

બીજી રીતે જોઈએ તો કાળ જીરુંમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમને પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ થતી નથી.જે લોકોને વાંવાર ગેસ ,અપચા જેવી ફરીયાદ રહેતી હોય તેમણે કાળા જીરુંનું સેવન કરવું જોઈએ તેમાં ઘણી રાહત થાય છે.

કાળા જીરુંના પાવડરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે કોઈપણ સંક્રમણને ફેલાવવાથી અટકાવે છે. તેથી, ઇજાના ઘા, બોઇલ્સ અને પિમ્પલ્સ પર કાળા જીરુંનો પાવડર લાવવો જોઈએ જેનાથી ઈજામાં રહાત મળે છે.