- સવારના નાસ્તાને હેલ્ધી બનાવો
- ઓટ્સ,પૌઆ સહીતનો નાસ્તો આરોગ્ય માટે સારો રહે છે
- વધુ તેલ વાળઈ વસ્તુ નાસ્તામાં ટાળવી જોઈએ
સામામ્ય રીતે સવારનો નાસ્તો રાજાશાહી હોવા જોઈએ એમ વડિલો ્ને ડોક્ટરો સલાહ આપતા હોય છે, જો તમે સવારે ભૂખ્યું પેટ રાખો છો તો તમને દિવસ દરમિયાન ઘણી તકલીફો થાય છે, જેથી સવારે હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જ જરુર છે,તો આજે વાત કરીશું સવારે કયા પ્રાકરનો નાસ્તો કરી શકાય જેથી શરીર પમ તંદુરસ્ત રહે અને પેટ પણ ભરાય જાય અને જો તમે સવારે ચા લો છો તો તેમાં સુગર ઓછી કરવી જોઈએ, વધુ સુગર હેલ્થને નુકશાન કરે છે.
સામાન્ય રીતે આપણે દરરોજ સવારે નાસ્તામાં ચા પરાઠા કે અન્ય નાસ્તો કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે તમારા સવારના નાસ્તાને તદ્દન હેલ્ધી અને લાંબો સમય પેટમાં ટકી રહે તેવો બનાવીશું.
કાજુ અંજીર ડ્રિન્ક
કાજુ અંજીર ડ્રિંક કે જે ખૂબ જ હેલ્ધી છે, દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ આ ડ્રિંક પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગશે નહી અને શરીર પણ હેલ્ધી રહે છે સમગ્ર દિવસ દરમિયાન શરીરમાં ભરપુર એનર્જી રહે છે, તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ કાજુ અંજીર ડ્રિંક
પૌઆ-બટાકા
પૌઆ ખૂબ હલકો ખોરાક ગણાય છે, સવારે નાસ્તામાં ેક પ્લેટ પૌઆ ખાવાથી તમારું પેટ પણ ભરાય સાથે તમને સારો ટ્સ્ટ પણ મળી રહે છે ,પૌઆમાં તમે દહીં, સેવ કાંદા કે વેજીસ નાખીને પમ ખાઈ શકો છો, જે એનર્જીથી ભરપુર હોય છે
ઓટ્સ
ઓચ્સ વેઈટ લોક કરવા માટેનો બેસ્ટ ઓપ્શન ગણાય છે,જેથી નાસ્તામાં ખાવાથી તે ખૂબ હેલ્ઘી હોય છે તેને ખાવાથી પેટ પણ ભરાય છે.
ડ્રાય ફ્રૂટ – સવારની ચા સાથે તમે કાજૂ-બદામ જેવા ડ્રાયફ્રૂટ લઈ શકો છો, આ સાથે જ અંજીર પણ ખાઈ શકો છો.
ફળો – ફળ હંમેશા આરોગ્યને ફાયદો કરે છે,જેથી સવારે સફરજન કે કેળાનું સેવન કરવાથી તમારું પેટ સારું રહે છે, એને સફરજનથી ચાપંન શક્તિ પણ સુધરે છે.