સામાન્ય રીતે દેશી ઘી ખાવાના ફાયદા આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે સ્ત્રીની પ્રસુતિ થાય ત્યારે તેને દરેક શાકભાજી ઘીમાં બનાવીને ખવડાવવામાં આવે છે જેના કારણે તેની તાકાત વઘે છે અને જો ટાકા લેવામાં આવ્યા હોય તો જલ્દી રુઝ આવે છે ,પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઘીનો ઉપયોગ વજન ઓછુ કરવામાં પણ થાય છે જો ઘી સાથે કેટલીક વસ્તુ ભેળવીને ખાવામાં આવે તો ચોક્કસ વજન ઉતારવામાં મદદ મળી હે છે.
ઘીમાં વિટામિન એ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને લિનોલીક એસિડ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે આંતરડાની બળતરા ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.જો એક કપ ચામાં એક ચમચી ઘી નાખીને પીવામાં આવે તો જે લોકોને કબ્ઝની સમસ્યા છે તે દૂર થાય છે.
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે અને તે વજન ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હળદરનું સેવન ઘી સાથે કરવામાં આવે તો શરીરમાં કોઈપણ પ્રકારનો સોજો ઓછો થઈ શકે છેગરમ ઘીમાં હરદળ નાખીને તેનું સેવન કરવું જોઈએ.એક ચમચી ઘી સાથે અડઘી ચમચી હરદળની માત્રા રાખવી જોઈએ.
જો ઘી ને તજ સાથે ખાવામાં આવે તો તેનાથી પણ વેઈટ લોસ થાય છે કારણ કે તજમાં ભરપૂર માત્રામાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરવા અને પાચનક્રિયાને ઠીક કરવાનું પણ કામ કરે છે. જો તમે ઘી સાથે તેનો ઉપયોગ કરો છો તો તેના ફાયદાઓ પણ વધી જાય છે. સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં તજના કેટલાક ટુકડા નાખો. 4 થી 5 મિનિટ સુધી ગરમ કરો, ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. બાદમાં તેનું સેવન કરો.
જો કોઈને ખૂબ જ ખાસી આવી રહી હોય ્ને કફ છૂટો ન પડતો હોય ત્યારે ઘીને મરીના પાવડર સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ખઆસીમાં રાહત થાય છે.સાથે જ ચરબી ઓગાળવામાં મદદ મળી રહે છે.
જો ઘી ખાસ કરીને વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમારે વજન ઘટાડવું હોય તો ઘી, તેલ વગેરે ખાવાનું બંધ કરી દો, પરંતુ આયુર્વેદ અનુસાર જો તમે તેલની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ કરો છો તો તેનાથી કંટ્રોલ થઈ શકે છે. જો ઘીનું સેવન ખાસ રીતે કરવામાં આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે