વધારે પડતી કોફીનું સેવન આરોગ્ય માટે હાનીકારક, અન્ય હેલ્ધી ડ્રિંક અજમાવો
આજની ઝડપી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઝડપથી બધું જ ઈચ્છે છે. જેમ કે- ઇન્સ્ટન્ટ ફૂડ-ઇન્સ્ટન્ટ કોફી, તૈયાર વસ્ત્રો વગેરે વગેરે…. કપડાં અને અન્ય વસ્તુઓની વાત અલગ છે, પરંતુ શું ઇન્સ્ટન્ટ ફૂડ અને કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? માર્કેટમાં ઈન્સ્ટન્ટ કોફીનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાં એક કોફીમાં કોફી પાવડર હોય છે. જેમાં દૂધ અને ખાંડ મિક્સ કરવામાં આવે છે. તમારે તેને માત્ર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું પડશે. કોફીના શોખીન લોકો ઇન્સ્ટન્ટ કોફીને ખૂબ પસંદ કરે છે. પરંતુ આજે આપણે જાણીશું કે તે ફાયદાકારક છે કે નહીં?
• ઇન્સ્ટન્ટ કોફી સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ?
એક મર્યાદા સુધી કોફી પીવી એ ઠીક છે. કોફી પીવાથી ડિપ્રેશન, હ્રદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. ઇન્સ્ટન્ટ કોફીમાં ઘણી બધી ખાંડ હોય છે. તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઇન્સ્ટન્ટ કોફીમાં ખૂબ જ ફેટ હોય છે. જેના કારણે વજન વધી શકે છે. બ્લડ શુગર લેવલ પણ વધવા લાગે છે. જે લોકોને દૂધની એલર્જી હોય તેમણે ઈન્સ્ટન્ટ કોફી બિલકુલ ન પીવી જોઈએ કારણ કે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
કોફીને બદલે આ હેલ્ધી ડ્રિંક અજમાવો
• કોફીને બદલે તમે હર્બલ ટી પણ અજમાવી શકો છો. જેમ કે – પેપરમિન્ટ ચા અથવા આદુની ચા. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે,
• તમે કોફીને બદલે ગ્રીન ટી પી શકો છો કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
• શિયાળામાં તમે કોફીની જગ્યાએ હળદર અને દૂધ પણ પી શકો છો કારણ કે તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
• તમે શિયાળામાં લીંબુ પાણી પણ પી શકો છો કારણ કે તેમાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
• કોફીની જગ્યાએ નારિયેળ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. જે શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ કરે છે.