- કાળી દ્રાક્ષથી પેટમાં છંડક મળે છે
- કાળી દ્રાક્ષ શરીરનું લોહી શુદ્ધ રાખે છે
સામાન્ય રીતે ગરમીનુંપ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ઉનાળામાં ગરથી સૌ કોઈ પરેશાન થઈ જાય છે, જો કે આવી સ્થિતિમાં આપણે ખોરાક પાણી પર ધ્યાન આપવાની જરુર છે.જદો ગરમીમાં દરરોજ અડધી મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષ ખાવામાં આવે તો અનેક ગોરો મટાડી શકાય છે,જેમ કે પેટની બળતરા, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હાડકાં મજબૂત બનાવા માટે તેનું સેવન ફાયદા કારક સાબિત થાય છે.
સુકી કાળી દ્રાક્ષને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, કાળી દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. સુકી કાળી દ્રાક્ષ ખાવાના પણ ઘણા આરોગ્યના લાભો છે, જે ઘણા ઓછા લોકો જાણે છે.ખાસ કરીને સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમનો ધરાવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તો કાળી દ્રાક્ષ એક વરદાન છે
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે
આ સાથે જ દ્રાક્ષનું સેવન . કેટલાક રોગો અને શારીરિક સમસ્યાઓમાં રાહત આપે છે, સુકી કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે એક વરદાન છેસુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. પોટેશિયમયુક્ત આહાર બ્લડ પ્રેશર ઘટાડે છે. સુકી કાળી દ્રાક્ષના સેવનથી શરીરમાં હાજર સોડિયમની અસર ઓછી થાય છે, જેનાથી બ્લડ પ્રેશરમાં ઝડપથી ઘટાડો થાય છે.
હાડકાઓને મજબૂત બનાવે છે
કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક ગણાય છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તમને તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે. તે હાડકાંના પોલાણની સમસ્યાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ કારણ કે તેમનામાં હાડકાની નબળાઇની સમસ્યા ઘણી જોવા મળે છે.