Site icon Revoi.in

શિયાળામાં અળસીના બીજનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક

Social Share

શિયાળો આવતાની સાથે જ આપણે સૌ કોઈ ગુંદર,મેથી ,અળદીયા,ડ્રાય ફ્રૂટનું સેવન કરતા થઈ જઈેએ છે કારણ કે તે દરેક વસ્તુઓ સ્વાસ્થ્યને ફાયદો કરાવાની સાથે ઠંડીથી પણ રક્ષણ આપે છે,આ સાથે જ એક બીજ છે અળસી કે જેનું શિયાળામાં સેવન ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે.

યુરિક એસિડ શરીર માટે જીવલેણ રોગો સમાન છે. જ્યારે તે વધે છે, ત્યારે ઘણી શારીરિક સમસ્યાઓ શરૂ થાય છે, જે ગંભીર રોગોનું જોખમ વધારે છે. જ્યારે યુરિક એસિડનું સ્તર ઊંચું હોય ત્યારે હાડકાના સાંધામાં દુખાવો થવાને કારણે આર્થરાઈટિસની સમસ્યા થાય છે. જેમાં અળસીના બીજ ઘણો ફાયદો કરે છે. જેનું નિયમિત સેવન તમારા યુરિક એસિડને નિયંત્રિત કરી શકે છે.

ફ્લેક્સસીડની જેમ અળસીના બીજનું સેવન પણ યુરિક એસિડની વધુ સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમે તેને દિવસના કોઈપણ સમયે ખાઈ શકો છો.અળસી અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા યુરિક એસિડને ઘટાડવાનું કામ કરે છે. આ માટે તમારે ખોરાક ખાધા પછી અળસીના બીજ ચાવવા જોઈએ. આનું નિયમિત સેવન તમારા વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરશે.

આ સાથે જ ઉચ્ચ યુરિક એસિડને નિયંત્રિત કરવાની સાથે, અળસીના બીજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી ત્વચા માટે ફાયદાકારક છે, જે ઉંમરની સાથે કરચલીઓ ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.