Site icon Revoi.in

શિયાળામાં બાજરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક,અનેક રોગોને કરે છે ચપટી ભરમાં દૂર  

Social Share

દરેક પ્રકાર ના ધાન્યમાંથી બાજરાને સૌથી પૌષ્ટિક ધાન્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શિયાળામાં બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તેથી જ મોટા ભાગના લોકો ઠંડીની ઋતુમાં બાજરીના રોટલા કે અન્ય વાનગીઓ ખાવાનું પસંદ કરે છે.

બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તમે કેલ્શિયમના કોઈપણ વિકલ્પને બદલે તેનું સેવન કરી શકો છો. શિયાળામાં સાંધાની સમસ્યા અને ઑસ્ટિયોપોરોસિસ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

તમે બધા જાણતા જ હશો કે,શિયાળામાં ભૂખ વધુ લાગે છે, તેથી લોકો આ દિવસોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને વધુ ખાય છે, જેનાથી વજન વધે છે.જો કે, બાજરીના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો.બાજરી ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. બાજરીમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોવાનું માનવામાં આવે છે, જે ભૂખ ઓછી કરે છે. નાસ્તામાં તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારું પેટ ભરેલું રહે છે

બાજરીમાં આયરન પણ એટલુ અધિક હોય છે કે લોહીની કમીથી થનારા રોગ પણ થતા નથી. લીવરની સુરક્ષા માટે પણ આનું સેવન લાભકારી છે.હાઈબીપી અને અસ્થમાં જેવી બીમારીઓ માટે પણ આ ખૂબ લાભકારી છે.