સુગરને કંટ્રોલ કરવા આટલા શાકભાજીનું સેવન ઉત્તમ ગણાય છે,થશે ફાયદો
- કેટલાક શાકભાજીઓ સુગરને કરે છે કંટ્રોલ
- ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું સેવન ખૂબજ ફાયદાકારક
ડાયાબિટીસ આજકાલ જાણે ઘરેઘરમાં જોવા મળતો રોગ બની ગયો છે, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલમાં રાખવા અનેક ઇપચારો કરવા પડતા હોય છે, સમગ્ર જીવન દરમિયાન આ દર્દીઓએ દવા પીવી પડતી હોય છે અને જ્યાર પણ કંઈક સ્વીટ ખાવામાં આવ્યું હોય ત્યારે ડાયાબિટીસનું જોખમ વધે છે, ત્યાર આવી સ્થિતિમાં ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે કેટલાક શાકભાજીઓ એવા છે કે જેનું સેવન કરવાથી સુગર કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજીનું સેવન હિતાવહ
કોબીઝ – ડાયાબિટીસના દર્દીઓએ કોબીઝનું સેવન કરવું જોઈએ, કોબીમાં સ્ટાર્ચનું પ્રામણ હોતુ નથી, જેથી આ પ્રકારના દર્દીઓએ કોબીઝના પાન, કોબીનું સાલડ, સંબારો કે પછી તેનું શાક બનાવીને ખાવાથી સુહગર લેવલ કંટ્રોલમાં રહે છે
કારેલા – કારેલા સ્વાદથી કડજાવા હોય છે અને સુરગના દર્દીઓ માટે કડવું જેટવું ઓષઘ, કડવા શાકભાજી ખાવાથી દર્દીઓનું સુગર લેવલ જળવાઈ રહે છે, આ સાથે જ ડાયાબિટિસમાંમકારેલાનો રસ ખૂબજ ફાયદા કારક સાબિત થાય છે.
ભીંડા – રોજ રાતે ભીંડાને ચાર ચીરા પાડીને પાણીમાં રલાળી રાખવા ત્યાર બાદ સવારે ભૂખ્યા પેટે આ ભીડાં વાળું પાણી પી જવું .જેનાથી સુગર પણ કંટ્રોલમાં રહે છે.જે દર્દીઓને સારી હેલ્થ પણ આપે છે,
બ્રાકોલીઃ-ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખોરાકમાં બ્રોકોલી નો સમાવેશ કરવો જોઈએ. લોકોને સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધતા નથી.બ્રોકલીમાં પોષક તત્વો ખૂબ જ પ્રમાણમાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.