Site icon Revoi.in

પાલકનો રસ ગરમીમાં ઔષધિ સમાન – પાચન શક્તિ મજબૂત બનાવાથી લઈને હ્દયને સ્વસ્થ રાખવામાં મદદરુપ

Social Share

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આપણે આપણા ખાનપાન પર ધ્યાન આપવું જરુરી છે ,લીલા શાકભઆજીનું સેવન ઉનાળામાં ખૂબ ફાયદો કરે છે,જેમાં આજે વાત કરીએ પાલકની ભઆજીની,ખાસ કરીને પાલકને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ બનાવી દરરોજ સવારે નાસ્તામાં જ તેનું સેવન કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.તો ચાલો જાણીએ શઆ માટે ગરમીમાં પાલકનો રસ ઉત્તમ ગણાય છે

પાલકના રસમાં વિટામિન A, વિટામિન B2, C, E, K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝિંક, સેલેનિયમ, પ્રોટીન અને ફાઇબર જેવા ગુણોથી ભરપૂર પાલકનું સેવન કરવું શ્રેષ્ઠ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓમાં તેનું સેવન ફાયદાકારક છે. પાલક શરીરનું નિયમન કરે છે, સાંધાઓને લુબ્રિકેટ કરે છે અને કોષોને પોષક તત્વો પૂરા પાડે છે.

ત્વચા માટે ફાયદા કારકઃ-  ત્વચા પર ચમક જાળવવા માટે, દરરોજ પાલકનું સેવન કરવાનું શરૂ કરો. જો તમે ઈચ્છો તો પાલકને તમારા રોજના આહારમાં સામેલ કરી શકો છો. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચા માટે સારું છે, જે તમને ચહેરા પરની કરચલીઓની સમસ્યાથી પણ રાહત અપાવી શકે છે.

લોહીની ઉણપ દૂર થાય છેઃ- પાલક તમને શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે.

સ્નાયુને બનાવે છે મજબૂતઃ- જો તમે દરરોજ તમારા આહારમાં કોઈને કોઈ પણ સ્વરૂપમાં પાલકનો સમાવેશ કરો છો, તો સમજી લો કે તમે તમારા સ્નાયુઓને મજબૂત બનાવી રહ્યા છો. પાલકમાં સારી માત્રામાં આયર્ન હોય છે.

હ્દયને સ્વસ્થ રાખે છેઃ- પાલકમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વસ્થ હૃદયને જાળવવામાં મદદ કરે છે.

સંધિવામાં રાહત આપે છેઃ- પાલકમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી સંધિવા અને માઈગ્રેન જેવી સ્થિતિઓને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.

પાચનશક્તિ મજબૂત બને છેઃ- ઘણા લોકોને પાચનની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં તમે પાલકની મદદ લઈ શકો છો. આ માટે રોજ સવારે પાલકનો રસ પીવો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.

ડાયાબિટીઝ માટે ગુણકારીઃ- ડાયાબિટીસના દર્દીઓ માટે પાલકનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સ જેવા તત્વો શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.