આજકાલની ફાસ્ટ લાઈફમાં ડાયાબિટીઝ જાણે સામાન્ય સમસ્યા બનતી જોવા મળી રહે છે, દરેક ઘરમાં મોટાભાગે ડાયાબિટીઝનું દર્દી મળી આવે છે, ત્યારે આ પ્રકારના દર્દીઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવુંપડતું હોય છે,આજે આ દર્દીઓ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હવે આ રોગ માત્ર વૃદ્ધો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તમામ ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. બાળકો અને પુખ્ત વયના લોકો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે
જેના કારણે હવે તમામ લોકોએ નાના મોટાઓ એ તેમની જીવનશૈલી અને આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરુર છે. ખરેખર, ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો છે. જો બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય તો તે દર્દીના જીવને પમ જોખમ સર્જાય છે.
ડાયાબિટીસમાં મર્યાદિત માત્રામાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે કયા પ્રકારના શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.
સુગરને નિયંત્રણમાં રાખવા આ પ્રકારના શાકભાજીનું કરો સેવન
ફાઈબરથી ભરપૂર શાકભાજીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક ગણાય છે. તમે તમારા આહારમાં પાલક, ફૂલકોબી, વટાણા, કેપ્સિકમ મરચા, દુઘી, ડુંગળી, લસણ, કઠોળ, રીંગણ, લેટસ,લીલા ફણગાવેલા કઠોળ, સરસવનીભાજી, ટામેટાં, બ્રોકોલી વગેરેનો સમાવેશ કરી શકો છો. આ તમામા ખાદ્ય પ્રદાર્થો તમારા સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.ખાસ કરીને તમારા આહારમાં લીલા ઘણાનું સેવન કરવું જોઈએ .લીલા ઘાણા સુરને નિયંકત્રણ રાખવાનું કાર્ય કરે છે,
ડાયાબિટીઝના દર્દીઓએ શું ન ખાવું
જે ઘટકના પાચનથી ગ્લુકોઝ અથવા એને મળતી આવતી અન્ય શર્કરા છૂટી પડે એ ઘટકને આપણાં હેતુ માટે આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ. આપણા ખોરાકની લગભગ બધી ચીજો રોટલી, દાળ, ભાત, શાક ફળ, કઠોળ વગેરે પચે ત્યારે તેમાંથી ગ્લુકોઝ છૂટો પડે છે. આ બધી વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ આવેલ હોય છે. આ કાર્બોહાઈડ્રેટ બે પ્રકારના હોય છે. સાદા કાર્બોહાઈડ્રેટ અને સંકુલ કાર્બોહાઈડ્રેટ, સાદા અથવા રીફાઇન્ડ કાર્બોહાઈડ્રેટમાં ગ્લકાઝ, ખાંડ , મધ, ગોળ, પીપર, જામ, જેલી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં મીઠાઇ, શરબત, ખાંડવાળી ચા વગેરે એકલા ન પીવાં, પરંતુ બહુ મન થયું હોય ત્યારે જમવા સાથે કયારેક જ લેવા જોઈએ