અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે.તેમજ ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો.
ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા છે. અને આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા સમયાંતરે સનાવણી કરીને સત્તાધિશોને આદેશ આપવામાં આવી રહ્યા છે. અનેક એવા કિસ્સા છે કે રખડતા ઢોરની અડફેટે આવતા વ્યક્તિનું મૃત્યુ થયુ હોય, આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ એક સુનાવણી થઈ હતી. જેમા હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને આદેશ કરવામાં આવ્યો હતો કે 17 ઓક્ટોબર સુધી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ રાખવામાં આવે. મ્યુનિનું CNCD વિભાગ ઢોર પાર્ટીઓને એક્ટિવ રાખે અને રસ્તે રખડતા ઢોર તેમને પકડવામાં મદદ કરે. તેમજ આગામી મુદ્દત સુધી ટોલ ફ્રી નંબર અને અન્ય કામગીરી અંગે પણ જાણ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન રખડતા ઢોર મુદ્દે ક્યા ક્યા પગલા લઈ રહી છે તેની જાણ પણ કોર્ટને કરવા આદેશ કરવામાં આવ્યો હતો. 17 ઓક્ટોબર સુધી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, 29 સપ્ટેમ્બરે જ અમદાવાદમાં નવા નરોડામાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરે અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદારી અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વધનો ગુનો નોધ્યો છે. ઢોરના કારણે થયેલા અકસ્માતમાં પ્રથમવાર જવાબદારો સામે આ પ્રકારનો ગુનો નોંધાયો છે.