- કોરોનાના કેસોમાં રાહત
- 24 કલાકમાં 1.61 લાક કેસ સામે આવ્યા
- સાજા થનારા દર્દીઓ વધ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીમી પડી હોય તેમ જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કોરોનાના કેસોમાં મોટો ઘટાડો આવી રહ્યો છે,તો બીજી તરફ રિકવરી રેટ પર વધતો જોવા મળ્યો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 1.61 લાખ નવા કેસ નોંધાયા છે. દૈનિક સકારાત્મકતા દર 9.26 ટકાની નજીક છે. તેનાથી પણ વધુ રાહતના સમાચાર એ છે કે રિકવરી રેટ વધતો જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે 2.81 લાખથી વધુ દર્દીઓએ આ મહામારીને માત આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 61 હજાર 386 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 2 લાખ 81 હજાર 109 નોંધવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 95 લાખ 11 હજાર 307 લોકો સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં રસીકરણ અને પરીક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રસીના કુલ 167.29 ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે