કોરનાના વાયરસના કેસમાં સતત ઘટાડોઃ નવા 27409 કેસ નોંધાયાં
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ ઘટીને આંકડો 27 હજાર સુધી પહોંચી ગયો છે. જેની સામે 83 હજાર જેટલા દર્દીઓ સાજા થયાં હતા. અત્યાર સુધીમાં 4.17 કરોડથી વધારે દર્દીઓ સાજા થયાં છે.
સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 27409 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ દેશમાં સક્રીય કેસનું ભારણ 4.23 લાખ જેટલું છે. આમ સક્રીય કેસનો દર 0.99 ટકા જેટલો છે. બીજી તરફ 82817 દર્દીઓ સાજા થયા હતા. આમ રિવકરી રેટ વધીને 97.82 ટકા ઉપર પહોંચ્યો છે. દેશમાં દૈનિક સક્રિય કેસનો દર 2.23 ટકા જેટલો છે. જ્યારે સાપ્તાહિક સક્રિય કેસનો દર 3.63 ટકા જેટલો છે.
કોરોનાને નાથવા માટે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 173.42 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 12.29 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં 75.30 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.