Site icon Revoi.in

ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

Social Share

અમદાવાદઃ હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. એટલું જ નહીં લેપટોપ અને કોમ્પ્યુટરનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ઈ-વેસ્ટ પેદા થાય છે. મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે છે. ઈ-વેસ્ટથી પ્રદૂષણનો સતત વધારો ચિંતાનો વિષય છે. સમગ્ર દેશમાં ઈ-વેસ્ટના મામલે ગુજરાતનો ટોપટેન રાજ્યોમાં સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષમાં 24.94 લાખ ટન ઈ-વેસ્ટ સામે આવ્યો છે. જેમાંથી માત્ર 4.57 લાખ ટન ઈ-વેસ્ટનો જ યોગ્ય રીતે નીકાલ કે રીસાયકલ થઇ શક્યો છે. જ્યારે બાકીનો 80 ટકા ઈ-વેસ્ટ પૃથ્વી પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર2017-18માં 1298.561 ટન, 2018-19માં 3106.31 ટન, 2019-10માં 14185.54 ટન અને 2020-21માં 1094.63 ટનનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

ઈ વેસ્ટના નિકાલ માટે કાર્યરત્ એક સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર દેશમાં હાલ દર વર્ષે 21 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ થાય છે, આ પ્રમાણ 10 વર્ષ અગાઉ માંડ 1 ટનની આસપાસ હતું. અમદાવાદમાંથી જ હાલ દર મહિને સરેરાશ 3 ટન ડોમેસ્ટિક ઈ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 38 મેટ્રિક ટન ઇ-વેસ્ટ એકત્ર કરવામાં આવે છે જેમાંથી માત્ર 18 ટકા યોગ્ય રીતે રીસાયકલ થાય છે.