Site icon Revoi.in

બનાસકાંઠામાં આચારસંહિતા ભંગની ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂ કરાયો

Social Share

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી માટેની વિધિવત જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. જેમાં બનાસકાંઠા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થતાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં.1800-233-2024 છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર-02742-265165 છે. જે 24*7 કાર્યરત રહેશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતુ. કે, , બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. ચૂંટણી કામગીરી માટે કુલ-10,494 જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી સંબધી માહિતી માટે હેલ્પ લાઇન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારો ચૂંટણી વિષયક માહિતી મેળવી શકે છે. વોટર હેલ્પલાઇન એપ્લીકેશન પણ શરૂ કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં.1800-233-2024 છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર-02742-265165 છે. જે 24*7 કાર્યરત રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ.કે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભામાં આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. એવી જ રીતે દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. જેમાં મતદાન સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 7 જેટલાં મહિલાઓ સંચાલિત એમ મળી કુલ-63 સખી મતદાન મથકો બનાવાશે. તેમજ યુવા કર્મચારીઓ સંચાલિત 1 યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે. ચૂંટણી રેલી, સભા, સરઘસ વગેરેને લગતી વિવિધ બાબતોની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે. વિવિધ ચૂંટણી કામગીરી માટે 24 જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થયા પછી શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે SST (સ્ટેટીક સર્વેલન્સ ટીમ) અને FST (ફ્લાઇંગ સ્ક્વોર્ડ) ની રચના કરવામાં આવી છે. ચૂંટણી સભાઓ દરમિયાન વિડીયો રેકોર્ડીંગ માટે VST ( વિડીયો સર્વેલન્સ ટીમ) અને 9 વિધાનસભા વિસ્તારમાં 9 જેટલી VVT ( વિડીયો વ્યુંઇગ ટીમ)ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજીસ્ટર નિભાવવા અને પેઇડ ન્યુઝ અંગે MCMC કમિટી સહિતની માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રિન્ટીંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ અને તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરવામાં આવ્યા હતા.