Site icon Revoi.in

કેનેડાના નેતા અને ખાલિસ્તાની પ્રત્યે નરમ વલણ ધરાવતા જગમીત સિંહનું પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદન

Social Share

દિલ્લી: કેનેડાની સરકારમાં કિંગ મેકર કહેવાતા, પણ હકીકતમાં ખાલિસ્તાની સમર્થક અને જેમનો વિરોધ કેનેડામાં પણ થઈ રહ્યો છે તેવા જગમીત સિંહએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહ દ્વારા કહેવામાં આવ્યું કે મોદી સરકારે મુસ્લીમ વિરોધી ઉશ્કેરણીઓ બંધ કરવી જોઈએ.

જગમીત સિંહના આ નિવેદન બાદ પોલીટીકલ એક્સપર્ટ કહી રહ્યા છે કે ખાલિસ્તાની સમર્થક જગમીત સિંક ભારત વિરોધી પ્રવૃતિઓ કરે છે ત્યારે તેમની આંખો પર પાટા આવી જતા હોય લાગી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીયો ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહને પસંદ કરતા નથી અને કેટલીય વાર જગમીત સિંહની ઓફિસની બહાર લોકોએ વિરોધ પણ કર્યો છે.

ભારતમાં રહેતા કેટલાક રાજકીય વિશ્લેષક દ્વારા કહેવામાં આવ્યું છે કે જગમીત સિંહએ કેનેડામાં થતા પોતાના વિરોધ પર ધ્યાન આપવું જોઈએ અને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવી જોઈએ નહી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કેટલીક જગ્યાઓ પર શ્રી રામ ભગવાનની શોભાયાત્રાનો વિરોધ કરવામાં આવ્યો અને મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થમારો થતાં હિંસા ભડકી હતી.