દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશના જવાનોને સરહદ ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન ચીનની સેનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની સેનાના જવાનો ભારતની સરહદે પોતાનું પોસ્ટીંગ થતા રડી રહ્યાં છે. આ વીડિયો ચીનના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, દુનિયામાં તાકાતવાર હોવાનો દાવો કરતા ચીન સરકારે પોતાની બેઈજતી થવાના ડરે આ વીડિયોને ડિલીટ કરાવ્યો હોવાનું જાણવા મળે છે.
上车后被告知上前线
炮灰们哭的稀里哗啦!pic.twitter.com/wHLMqFeKIa— 自由的鐘聲🗽 (@waynescene) September 20, 2020
તાઈવાન ન્યૂઝના એક રિપોર્ટમાં દવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ફૂયાંગ રેલવે સ્ટેશન જતી બસમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ બસ ચીન સેનાના જવાનો સવાર હતા. ચીન સેનામાં નવા ભરતી થયેલા જવાનોને તાલીમ બાદ ભારત સાથે જોડાયેલી ચીન સરહદ ઉપર પોસ્ટીંગ માટે મોકલવામાં આવી રહ્યાં છે. આ જવાનોને પહેલા હુબેઈ પ્રાંતના એક આર્મી કેમ્પમાં જવાનું હતું. તે બાદ તેમની પોસ્ટીંગ ભારત-ચીન સરહદ ઉપર થવાની હતી.
આ વીડિયો પ્રથમવાર ફૂયાંગ સિટી વીકલીના વીચેટ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચીન દ્વારા તેને હટાવાયો હતો. આ પોસ્ટમાં ચીનના અનહુઈ પ્રાંતના રંગરૂટોને દેખાડવામાં આવ્યાં હતા. ચીન સેનાના રંગરૂટ હજુ કોલેજના વિદ્યાર્થીઓ છે તેમની ટીમમાંથી પાંચ જવાનો તિબેટમાં સેવા કરવા માટે સ્વૈચ્છાથી સ્વયંસેવક પણ રહી ચુક્યાં છે. વીડિયોમાં ચીનના જવાનો દબાતા સુરમાં PLAના ગીત ગ્રીન ફલાવર્સ ઈન ધ આર્મી ગાતા જોવા મળે છે. તેમજ જવાનો રડતા હોવાથી તેમને અવાજ પણ નીકળતો નથી.