- એક વકીલે ફરિયાદ માટે શરૂ કરી કવાયત
- આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી
દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક વેવિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબજાવાળુ દર્શાવવામાં આવ્યું હતું. જેનો વિવાદ વકરતા એક વકીલે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી તેજ બનાવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના એક ધારાશાસ્ત્રીએ જેએનયુના સેન્ટર ફોર વૂમેન સ્ટડીઝ અને વેબિનારના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વેબિનારમાં કથિત રીતે સંબોધનમાં કાશ્મીરને ભારતીય કબજાવાળુ કાશ્મીર કહેવામાં આવ્યું હતું. આ શબ્દના ઉપયોગ બદલ ધારાશાસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે.
જેએનયુના વાઈસ ચાન્સલર એનજે કુમારે કહ્યું હતું કે, સેન્ટર ફોર વૂમેન સ્ટડીઝ દ્વારા જેન્ડર રેજિસ્ટેંસ એન્ડ ફ્રેશ ચેલેજીજ ઈન પોસ્ટ 2019 કાસ્મીર શીર્ષક વાળા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, જેએનયુ પ્રશાસને આ કાર્યક્રમ રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ વેબિનારની સામે એબીવીપીએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.
એબીવીપીએ વેબિનાર રદ થયા બાદ આયોજકો સામે કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરી હતી. વિદ્યાર્થી-શિક્ષકોનો મુખ્ય વિરોધ કાશ્મીરને લઈને કરવામાં આવેલા સંબોધન ઉપર હતો.
(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)
https://play.google.com/store/apps/details?id=com.revoinews
એક શિક્ષકે જણાવ્યું કે, જેએનયુ પ્રશાસનએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ રાતના 8.30 કલાકે યોજાનારો વેબિનાર રદ કરવામાં આવ્યો હતો.