નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના વિવાદને શાંત પાડવા અને ડેમેજ કંટ્રોલની કોંગ્રેસ હાઈકમાન્ડે કવાયત શરૂ કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બંને પક્ષોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના નિવેદનથી સંકેત આપ્યો છે કે, પાર્ટી નેતૃત્વ ગેહલોતના નિવેદન સાથે સહમત નથી. તેમણે એમ પણ કહ્યું કે બંને નેતાઓ પાર્ટી માટે જરૂરી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કોંગ્રેસના નેતા સચિન પાયલટ સામેના આરોપને અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસને બંને નેતાઓની જરૂર છે અને રાજસ્થાનના મુદ્દાનો યોગ્ય ઉકેલ વ્યક્તિઓને જોઈને નહીં પણ પાર્ટી સંગઠનને પ્રાધાન્ય આપીને શોધવામાં આવશે. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા રાજસ્થાનને લગતા મુદ્દાનો યોગ્ય ઉકેલ શોધવામાં આવશે. જયરામે કહ્યું કે, કોંગ્રેસ સંગઠનને પ્રાથમિકતા આપીને આ ઉકેલ શોધવામાં આવશે. અમે વ્યક્તિઓના આધારે કોઈ ઉકેલ શોધીશું નહીં. પાયલોટની પ્રશંસા કરતા રમેશે તેમને કોંગ્રેસના યુવા, મહેનતુ, લોકપ્રિય અને ચમત્કારિક નેતા ગણાવ્યા.
રમેશે રાજસ્થાનના મુખ્યપ્રધાનનું નામ લીધા વિના કહ્યું કે, ગેહલોતના વકતૃત્વને કારણે કોંગ્રેસને ભારે શરમ વચ્ચે કોંગ્રેસના નેતાઓ કોઈપણ ડર વગર પોતાના મનની વાત કરે છે. કારણ કે પાર્ટી હાઈકમાન્ડ તાનાશાહીના આધારે કોઈ નિર્ણય લેતા નથી. કોંગ્રેસ અને ભાજપમાં આ જ તફાવત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન કોંગ્રેસમાં ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે છેલ્લા કેટલાક ગણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે વિવાદને શાંત પાડવા માટે કવાયત શરૂ કરી છે.