Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયામાં સરકાર અને ફેસબુક વચ્ચેનો વિવાદ વકર્યો – ફેસબુકે તમામ ન્યૂઝને પોતાના પેજ પર રિલીઝ થતા અટકાવ્યા

Social Share

દિલ્હી -છેલ્લા કેટલાક દિવસથી ઓસ્ટ્રેલિયામાં ફેસબુક સાથ વિવાદ ચાલી રહ્યો છે, વાત જાણે એમ છે કે, સરકાર અને સોશિયલ મીડિયા નેતાઓ વચ્ચે કન્ટેન્ટ મામલે પે કરવાની બાબતે આ વિવાદ વકર્યો છે.ફેસબુકએ આમ ન કરતા તમામ ન્યૂઝ સામગ્રીને પોતાના પેજ પરથી હટાવી લીઘી છે.જેને લઈને વિવાદ જોરશોરમાં ચાલી રહ્યો છે.

આ સમગ્ર મામલે ગુરુવારના રોજ ઓસ્ટ્રેલિયન નાગરિકોને પોતાના ફએસબુક પેજ પર ન્યૂઝને લગતી કોી પમ સામગ્રી મળી નબોતી, ફેસબુકે આ સામગ્રીઓને હટાવી લીધી હતી, તેથી વિશેષ કે, ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં પોતાના હોમ પેજ પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. ફેસબુકના આ નિર્ણયથી અનેક સેવાઓ પ્રભાવિત થયેલી આસ્ટ્રેલિયામાં જોવા મળી રહી છે.

સમાચાર કંપની સાથે જોડાયેલા સંપાદકો અને કાર્યકર્તાઓ દ્રારા ફેસબુકની આ મામલે નિંદા કરવામાં આવી રહી છે,કોરોના વાયરસની મહામારી અને ઓસ્ટ્રેલિયામાં ઉનાળામાં આગ ની ઘટનાઓ વચ્ચે સત્તાવાર આરોગ્ય અને ઋતુવિદોના પાના પણ આ મામલસે પેજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.દરેક નાના મોટા ન્યૂઝથી લઈને સોશિયલ મીડિયા કન્ટેન્ટ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન સરકારે જારી કરેલા નવા નિયમ પ્રમાણે ફેસબુકે અમુક ચોક્કસ રુપિયાની તમામા સમાચાર પત્રોને ચૂકવણી કરવાની હોય છે જે બાબતે ફેસબુકને લાગી આવતા ફેસબુકે આ પગલુ ભર્યું છે

આ મામલે ફેસબુકે ગુરુવારે સવારથી ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પોસ્ટ થતા અટકાવી દીધા છે. હતો. આ સાથે જ ફેસબુકે ઓસ્ટ્રેલિયન યુઝર્સને તેમના પ્લેટફોર્મ પરથી કોઈ પણ ન્યૂઝ વેબસાઇટ હોમગ્રોન કે વિદેશીના સમાચાર ખોલવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાયદા ઘડવા અંગે ફએસબુકે સાફ નારાગજી વ્યક્ત કરી છે.

સાહિન-