કોરોનાના કારણે ડોક્ટરોના મૃત્યુઅંક પર સર્જાયો વિવાદ – આઈએમએ એ ઉચ્ચ સ્તરની તપાસની માગ કરી
- કોરોનામાં ડોક્ટરના મોતના આંકડાનો થયો વિવાદ
- ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠવા પામી
દિલ્હીઃ- કોરોનાના કારણે ડોકટરોના મોત અંગે રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 162 ડોકટરો મૃત્યુ પામ્યા છે, જ્યારે ડોક્ટરોના સંગદઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દેશમાં ઓછામાં ઓછા 734 ડોકટરો કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. સંગઠને પણ સરકાર પાસે આ મામલે ઉચ્ચ-સ્તરની તપાસની માંગ કરી છે.
આ સમગ્ર મામલે ભારતીય મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ રાજન શર્માએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે,દુર્ભાગ્યપૂર્ણ છે કે કેન્દ્રીય મંત્રી પહેલા નિવેદન આપે છે કે દેશમાં કોરોનાને કારણે કેટલા ડોકટરો મૃત્યુ પામ્યા છે તેનો સરકાર પાસે કોઈ ડેટા નથી. પરંતુ હવે જ્યારે સરકાર કેટલાક આંકડા રજૂ કરી રહી છે, ત્યારે તે સત્યથી ઘણા દૂર છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી માહિતી પ્રનાણે કોરોના દર્દીઓની સંભાળ દરમિયાન સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 734 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે. સરકારે આ મામલે યોગ્ય તપાસ કરવી જોઇએ અને કોરોના યોદ્ધાઓને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.
માત્ર ડોક્ટરોના મોત પર જ નહી પરંતુ મોતના અંકડાને લઈને સરકારે આપેલા જવાબથઈ નર્સ સંગઠન પણ નારાજગી વ્યક્ત કરી છે,આ મામલે તેમનું કહેવું છે કે સરકાર સાચા આંકડા રજૂ કરી રહી નથી. દિલ્હી નર્સિસ ફેડરેશનના અધ્યક્ષ, એલડી રામચંદ્રને કહ્યું હતું કે, સરકાર માત્ર સરકારી હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા નર્સોનાં મોતનાં આંકડા રજૂ કરતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તેથી વિશેષ વાત અને સત્ય વાત એ છે કે,દેશની આરોગ્ય સિસ્ટમ ખાનગી હોસ્પિટલો પર નિર્ભર છે, જ્યાં લાખો નર્સો કાર્યરત છે. આવા લોકોના મોત અંગે સરકાર પાસે કોઈ ડેટા નથી.
સાહિન-