ગાંધીનગરઃ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો ગુજરાત સરકારને ઓછો ફાળવ્યો છે ગુજરાતમાં નોંધાયેલા લાભાર્થીઓ પૈકી અંદાજિત ચાર લાખથી વધુની જનસંખ્યા માટે અનાજનો ક્વોટા ઓછો ફાળવ્યો છે. કોરોનાની મહામારીમાં અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો ને એપ્રિલ અને મે મહિનામાં મળવાપાત્ર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ આવતા અંદાજિત 4,98,256 જેટલી જનસંખ્યા માટે મફત અનાજનો પુરવઠો ગુજરાત સરકાર પાસે હજુ સુધી પહોંચ્યો નથી.
ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ગરીબો અને શ્રમિકોની હાલત કફોડી બની છે. ત્યારે ગરીબ પરિવારોને રેશનિંગનું પુરતું અનાજ મળે તે જરૂરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભ લેતી જનસંખ્યા છેલ્લા એક વર્ષમાં વધી ગઈ છે ,જોકે એપ્રિલ 2021 ની સ્થિતિએ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો ના અલગ-અલગ લાભાર્થી કાર્ડ ની જનસંખ્યા 3 કરોડ 46 લાખથી વધુ થઈ ચૂકી છે ત્યારે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે એપ્રિલ તેમજ મે મહિનાનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવતા ચાર લાખથી વધુ જનસંખ્યા માટે મફત અનાજ નો જથ્થો ફાળવવામાં આવ્યો નહીં હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ભારત સરકાર દ્વારા ગુજરાતમાં નોંધાયેલા લાભાર્થી પૈકી માત્ર 3 કરોડ 41 લાખ જનસંખ્યા માટે જ મફત અનાજનો જથ્થો ફાળવ્યો છે, ઉલ્લેખનીય છે કે સિનિયર સિટીઝનોને મળવા પાત્ર અનાજ ફાળવણીની વયમર્યાદા 60 વર્ષની કરવામાં આવી છે આ ઉપરાંત વિધવા તેમજ નિરાધાર બહેનો અને વિકલાંગ લાભાર્થી મળીને અલગ-અલગ સાથ કેટેગરીમાં જનસંખ્યા આવવા માટે કેટલાક ફેરફારો કર્યા હોવાના કારણે ગુજરાતમાં જનસંખ્યા અને લાભાર્થી કાર્ડ વધ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે, જોકે ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એન.એફ.કએસ.એ) હેઠળ કુલ 3 કરોડ 82 લાખ જનસંખ્યા આવરી લેવાની હતી પરંતુ હાલની સ્થિતિએ 3.47 કરોડ જનસંખ્યાને પીડીએસ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે પરંતુ તં નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હવે તંત્રને કામે લગાડવામાં આવ્યું હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.