1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાના હિસ્સાપેટે 5815 કરોડ ઓછા ફાળવાતા વિવાદ
કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાના હિસ્સાપેટે 5815 કરોડ ઓછા ફાળવાતા વિવાદ

કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાના હિસ્સાપેટે 5815 કરોડ ઓછા ફાળવાતા વિવાદ

0
Social Share

ગાંધીનગર: કેન્દ્ર અને ગુજરાત બન્નેમાં ભાજપની સરકાર સત્તા પર છે, છતાં ગુજરાતને તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો. કોરોના કાળમાં ભારત સરકારે ગુજરાતને તેના વેરાના હિસ્સા પેટે 5815 કરોડ ઓછા આપ્યા છે. એટલે કે, કેન્દ્રએ હિસ્સાના 26047 કરોડને બદલે 20232 કરોડ જ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોના સમયગાળ દરમિયાન ગુજરાત સરકારને કુલ મહેસૂલી આવક તેના 1.54 લાખ કરોડના અંદાજ સામે વાસ્તવમાં 1.42 ટકા એટલે કે અંદાજ સામે 92 ટકા પ્રાપ્ત થઈ હતી. મૂડી આવક પણ 31538 કરોડના અંદાજ સામે 25017 કરોડ એટલે 79 ટકા મળી હતી. જ્યારે સરકારને તેના દેવાના વ્યાજ પેટે કુલ 21509 કરોડના અંદાજ સામે 22449 કરોડની ચૂકવણી કરવી પડી હતી. આમ, ગુજરાત સરકારે 2019-20ના વર્ષમાં કુલ 186271 કરોડની આવકનો અંદાજ રાખ્યો હતો પરંતુ સરકારે વાસ્તવમાં 167861 કરોડ એટલે કે અંદાજ સામે માંડ 90 ટકા જેટલી આવક મળી હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2019-20માં ગુજરાત સરકારે તેના બજેટના અંદાજમાં કેન્દ્રીય વેરામાંથી મળવાપાત્ર હિસ્સા પેટે 26047 કરોડનો અંદાજ રાખ્યો હતો, પરંતુ ગુજરાતને વાસ્તવમાંમાત્ર 20232 કરોડ જ મળ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે તેના 2019-20ના બજેટમાં 99062 કરોડનો અંદાજ દર્શાવ્યો હતો પરંતુ 31 માર્ચ 2020 સુધીમાં ગુજરાતને તેની પોતાની વેરાની આવક પેટે 79007 કરોજ પ્રાપ્ત થા હતા એટલે કે તેના અંદાજની સામે માંડ 79 રકમ મળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસનો મુખ્ય આધાર રાજ્ય સરકારની વેરાની આવકો, કેન્દ્ર સરકારના વેરામાંથી મળતો હિસ્સો અને તેની વિવિધ યોજનાઓ માટે મળતી ગ્રાન્ટ (સહાયક અનુદાન)ની રકમ ઉપર રહેલો હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code