- મહારાષ્ટ્રના રાજ્યપાલને બીજે મોલકવાની માંગ
- શિંદે જૂથના વિધાયકે કરી આ માંગ
મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના છત્રપતિ શિવાજી મહારાજને લઈને આપેલા બયાન પર સતત હંગામો ચાલી રહ્યો છે આ સમગ્ર ઘટના વચ્ચે એકનાથ સિંદે જૂથના એક ઘારાસ્ભયનું બયાન સામે આવ્યું છે જેમાં રાજ્યપાલના બયાનને લઈને તેઓએ નારાજગી જતાવી છે પાર્ટીના વિધાયક સંજય ગાયકવાડે મહારાષ્ટ્રના રાજ્યપાલને બીજે મોકલી આપવાની માંગ કરી છે
વાત જાણે એમ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મંત્રી નીતિન ગડકરી કરીને તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ વીતેલા જમાનાના આદર્શ છે ત્યારે હવે નીતિન ગડકરી આ આદર્શ તરીકે લજોવા મળે છે,આ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ પણ કોશ્યારીના નિવેદનની આકરી ટીકા કરી છે. રાજ્યપાલ કોશ્યારીએ ઔરંગાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વરિષ્ઠ બીજેપી નેતા નીતિન ગડકરી અને એનસીપી નેતા શરદ પવારને ડી.લિટની ડિગ્રી એનાયત કર્યા બાદ આ ટિપ્પણી કરી હતી.
બુલઢાણા મતવિસ્તારના વિધાનસભ્ય ગાયકવાડે કહ્યું કે કોશ્યારીએ ભૂતકાળમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપકને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. શિવસેનાના નેતાએ કહ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની તુલના વિશ્વના કોઈ મહાન વ્યક્તિ સાથે ન જ કરી શતકાય.
આ ઘટનાને લઈને હવે વિધાયકે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે જે વ્યક્તિને રાજ્યનો ઈતિહાસ નથી જાણતો તેને રાજ્યપાલ બનાવવાનો કોઈ અધિકાર નથી, આવી વ્યક્તિને બીજે ક્યાંક મોકલી દેવા જોઈએ